Home Main ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, સ્વામિનારાયણ સંસ્થા એ પૈસા ભેગા કરવાની સંસ્થા છે

ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન, સ્વામિનારાયણ સંસ્થા એ પૈસા ભેગા કરવાની સંસ્થા છે

0
538
ભાજપ ધારાસભ્ય
ભાજપ ધારાસભ્ય

સાળંગપુરમાં હનુમાનજી ભગવાનના ભીંતચિત્રોના વિવાદ શમવાનુ નામ નથી લઈ રહ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે. ત્યારે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના વિવાદિત નિવેદનનો એક વીડિયો હાલ વાયરલ થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ફતેસિંહ ચૌહાણે વિવાદિત ટિપ્પણી કરી છે. આમ, વિવાદિત નિવેદનબાજીમાં વધુ એક ઉમેરો થયો છે. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો સ્વામીનારાયણ સંપ્રદાય અંગેની ટિપ્પણી અંગેનો આ વીડિયા હાલ ચર્ચા જગાવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, હું એકવાર સોખડા ગયો હતો અને સત્સંગમાં મેં કીધું હતું કે તમે સદગુરુને માનો છો? ત્યારે એક જણાએ કહ્યું હતું કે ‘ના’ કેમ? મેં ત્યારે કહ્યું હતું કે જેને જેને સદગુરુનો દોષ લાગ્યો હોય તે ધરતી પર રહ્યા નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા છે, કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યાભિચારી સંત રોજ સમાચારમાં આવે છે અને અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે. આપણે દેવી-દેવતાઓના નામ પર તેનો સંપ્રદાય ચલાવે છે. 

ધારાસભ્ય હોવાની સાથે ભજનીક પણ છે ફતેસિંહ ચૌહાણ
પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ બે વખત જૂની રાજગઢ વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા હોવા છતાં ખૂબ સાદું જીવન જીવે છે. તેમની સાદગી મતદારોને પણ ઘણી પસંદ છે. સાદું જીવન ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર છે. પોતે ખેડૂત હોવા સાથે સાથે ભજનિક પણ અને ફાયરબ્રાન્ડ હિન્દુત્વ વાદી નેતાની છબી ધરાવે છે. ફતેસિંહ ભજનિક હોવાથી જ્યારે લાક્ષણિક પોતાની અદામાં અને સુંદર રાગ સાથે આજે પણ તેઓ ભજન લલકારે છે, ત્યારે બે ઘડી સાંભળવાનું મન થાય. વર્ષો પહેલા ફતેસિંહે પોતાના અવાજમાં ભજનનું આલ્બમ પણ બનાવ્યું હતું. પોતાના ધર્મગુરુ બાદ ફતેસિંહ રાજકીય રીતે નરેન્દ્ર મોદીને પોતાના ગુરુ માને છે અને નરેન્દ્ર મોદી ફતેસિંહને ભગતનું હુલામનું નામ આપ્યું છે.

ગઈકાલે એક વીડિયો થયો હતો વાયરલ
રાજકોટના સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદ સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હ્યો છે. જેમાં તેઓ ધાર્મિક વૈમનસ્ય ફેલાય તેવું ભાષણ આપી રહ્યાં છે. તેઓએ હિન્દુ દેવી દેવતાઓના તિરસ્કારનું આહવાન કર્યુ છે. સાથે જ તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે, આ સ્વામીનારાયણ ભગવાનનો આદેશ સમજો. સ્વામીનારાયણ અલગ ધર્મ બનાવવાનો છે. સ્વામીનારાયણ ભગવાન સનાતનથી નારાજ થયા છે. આ સિવાય તેઓએ તમામ ધર્માના લોકોએ એકઠા થવાની અપીલ કરી છે,. તેમજ અન્ય ધર્મના લોકોને સ્વામીનારાયણ ધર્મમાં જોડાવા આહવાન કર્યું છે. તેઓ વીડિયોમાં કહી રહ્યા છએ કે, બીજા અન્ય ધર્મના લોકો મને મળો. ભગવાન તમારા દુખ અને રોગ બધુ જ મટાડી દેશે. આપણે મંદિરોમાંથી દેવી દેવતાઓને નીકાળી દેવાના છે. આમ, સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીનો આ વીડિયો વિવાદમાં વધુ ઘી રેડે અને આગ પ્રસરાવે તેવો છે. જેનાથી ફરી વિવાદ પ્રસરે તેવુ લાગે છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે