કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકાર પરિષદ સંબોધિ
શિક્ષણ વિભાગના છબરડાઓ સામે આવ્યા : હેમાંગ રાવલ
ડ્રોપ આઉટ રેશિયો ઓછો કરવા માટે નવા નવા ગતકડા : હેમાંગ રાવલ
ગુજરાત સ્ટેટ ઓપન બોર્ડનો પરિપત્ર રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની વિપરીત : હેમાંગ રાવલ
ટ્યુશન પદ્ધતિને વેગ આપવમાં માટે આ નવો ગતકડું : હેમાંગ
શિક્ષણ વિભાગમાં છબરડા થયા હોવાનો ગંભીર આક્ષેપ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકાર પરિષદ યોજી હતી. અને રાજ્યમાં કથડી રહેલી શિક્ષણ વ્યવસ્થા અંગે રાજ્ય સરકાર પર આકાર પ્રહારો કર્યાં હતાં. અને જણાવ્યું હતું કે ગુજરાતમાં એક લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ ડ્રોપઆઉટ લીધો છે તેઓ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરકાર દ્વારા આધિકારીક આંકડો ૧,૧૫,૦૦૦ થી વધુ દર્શાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર શિક્ષણનું સ્થળ સુધારવાના બદલે અવનવા ગતકડા કરતી રહે છે અને એ ગતકડાઓમાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગનો પરિપત્ર એ વધુ એક ઉમેરો છે. મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ હાજરી નહી આપે અને સત્રાંત પરીક્ષા નહી આપે તો પણ તેઓ ધોરણ ૮,૯,૧૦,૧૧ અને ૧૨ની સીધી જ પરીક્ષા આપી શકશે અને તેમને રેગ્યુલર વિદ્યાર્થીની જેમ જ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ એ માર્કશીટ આપશે. આ પરિપત્રમાં સૌથી મોટી બાબત એ છે કે, ૧૪ વર્ષની ઉંમરે વિદ્યાર્થી ધોરણ ૧૦ ની પરીક્ષા આપી શકશે. જ્યારે નવી શિક્ષણ નીતિમાં છ વર્ષની ઉંમરે બાળકને શાળામાં મૂકવામાં આવે છે અને જો તે પ્રમાણે ગણવામાં આવે તો વિદ્યાર્થી ધોરણ ૧૦ ની પરીક્ષા ૧૬ વર્ષે આપે છે જ્યારે આ પરિપત્રમાં ૧૪ વર્ષની ઉંમરે ધોરણ ૧૦ની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીની પાત્રતા બતાવવામાં આવી છે.
એક તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાઓની દાદાગીરી અને ફરજિયાત ટ્યુશનમાં મોકલવાની પ્રવૃત્તિથી આર્થિક રીતે અને માનસિક રીતે પીસાઈ રહ્યા છે અને બીજી તરફ આખા ગુજરાતમાં ડમી સ્કૂલોનો જે રાફડો ફાટ્યો હતો તેને બંધ કરવાના બદલે આ પરિપત્રથી આવી સ્કૂલોને પ્રોત્સાહન મળશે. વિદ્યાર્થીઓ હાજરી નહીં આપે તો પણ ગુજરાત સ્ટેટ ઓફ બોર્ડમાં રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા આપી શકશે તેનો સીધો જ ફાયદો લાખો રૂપિયાની મસ મોટી ફી લેતા કોટા સ્થિત એજ્યુકેશન સેન્ટરના માલિકોને કરાવવામાં આવી રહ્યો છે.આમ શિક્ષણ વિભાગમાં છબરડા થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાવમાં આવ્યો છે.
વાંચો અહીં પાક વીમા મુદ્દે સરકાર પર કોંગ્રેસના ગંભીર આક્ષેપ