સ્વામિનારાયણ સંતોનો બહિષ્કાર-  સનાતન ધર્મના સંતોની ચીમકી

0
305
સ્વામિનારાયણ સંતોનો બહિષ્કાર-  સનાતન ધર્મના સંતોની ચીમકી
સ્વામિનારાયણ સંતોનો બહિષ્કાર-  સનાતન ધર્મના સંતોની ચીમકી

સાળંગપુર મંદિરના ભીત ચિત્રોના વિવાદ ચરમ સીમાએ છે . અને સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સાળંગપુર મંદિર પરિસર વહેલી સવારથી બંધ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાય સામે સનાતન ધર્મના સંતોની એક બેઠક અમદાવાદના સાણંદમાં આવેલા લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં મોટાભાગના સાધુ-સંતો આવ્યા હતા. હનુમાનજી મહારાજના અપમાન મુદ્દે સનાતન ધર્મમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સાધુ-સંતો અને તમામ સંગઠન ભેગા થઈ અગામી રણનીતિ નક્કી કરશે . સાધુ-સંતોની બેઠકમાં વિવિધ વિષય પર મંથન કરવામાં આવ્યું. સાધુ-સંતોએ આજે કેટલાંક મહત્નિવના નિર્ણયો લીધા હતા. . ખાસ કરીને સ્વામિનારાયણ મંદિરે જવું નહિ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે કોઈ પણ કાર્સ્ટેયક્જરમના સાથે નહિ બેસવાનો નિર્ણય કરવામાં આવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયનો સનાતન ધર્મના સંતોએ બહિષ્કાર કર્યો. અંકલેશ્વરના સંત મોહક ગંગાદાસે જણાવ્યું હતું કે, સરકાર આ બાબતે કડક પગલા લે એવી વિનંતી કરવામાં આવશે. હનુમાનજીમાં સનાતન ધર્અમની આસ્થા છે. હનુમાનજીને જ્યાં ત્યાં બેસાડી દો તો હવે ચેતી જવું પડશે

અમદાવાદના સાણંદમાં આવેલા  લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી

એક બાજુ સંતોની બેઠક ચાલી રહી હતી ત્યારે સાળંગપુરમાં સુરક્ષાને ધ્યાને લઈ અને કોઈ પ્અરકારનો ણબનાવ ન બને તે માટે પોલીસ ફોજ ઉતારી દેવાઈ છે. મંદિર પ્રાશાસન દ્વારા હાલ તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને તેની ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવી મુખ્ય ગેટ પર પ્રવેશબંધી કરવામાં આવી . હરિભક્તોમાં નારાજગી જોવા મળી હતી. સનાતન ધર્મના લોકોએ એક વિરાટ રેલી સ્વરૂપે મંદિર સુધી પહોંચ્યા હતા અને નિર્ણય લેવાની માંગ કરી હતી. મંદિર પરિસરમાં જયારે 10 થી 15 પ્રતિનિધીઓને મળવા માટે મંદિર સંચાલકોએ બાહેધરી આપી ત્યારે મામલો થાળે પડ્યો હતો. એક તરફ અમદાવાદમાં મિટિંગ ચાલી રહી હતી. અને બીજી બાજુ સાળંગપુર મંદિર પરીરસમાં ભક્તોનો હલ્લાબોલ જોવા મળ્યો. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ કોઠારી સ્વામી સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી અને પ્રતિનિધિ મંડળને પણ મળ્યા હતા અને બે દિવસમાં યોગ્ય નિર્ણય લઈને મંદિર પરિસરમાં આવેલા વિરાટ પ્રતિમાની નીચે વિવાદાસ્પદ ભીંત ચિત્રોને હટાવી લેવામાં આવશે અને બે દિવસનો સમય માંગ્યો હતો.

2

આ ઉપરાંત સનાતન ધર્મના સંતોએ લીધો નિર્ણય લીધો છે જેમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદથી નૌત્તમ સ્વામિને ત્યારે હટાવી દેવામાં આવ્યા છે . અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદે હટાવવા માટેની માંગ ઉઠી હતી, હવે આ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને  નૌતમસ્વામીની અધ્યક્ષપદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે.