મિઝોરમ બ્રિજ દુર્ઘટનાનો મામલો,ચાર સભ્યોની કમિટીની રચના કરી

0
156
મિઝોરમ બ્રિજ દુર્ઘટનાનો મામલો,ચાર સભ્યોની કમિટીની રચના કરી
મિઝોરમ બ્રિજ દુર્ઘટનાનો મામલો,ચાર સભ્યોની કમિટીની રચના કરી

મિઝોરમ બ્રિજ દુર્ઘટનાનો મામલો

 રેલવેએ અકસ્માતની તપાસ માટે ચાર સભ્યોની કમિટીની રચના કરી

એક મહિનામાં રિપોર્ટ સોંપાશે કમિટી

મિઝોરમ બ્રિજ દુર્ઘટનામાં કમિટિની રચના કરવામાં આવી છે. રેલવે મંત્રાલયે મિઝોરમના આઈઝોલ જિલ્લામાં એક નિર્માણાધીન રેલવે બ્રિજ તૂટી પડવાના કારણની તપાસ કરવા માટે ચાર સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે. કમિટીને એક મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. આ ચાર સભ્યોની સમિતિના નામોમાં RDSOના BP અવસ્થી, IIT દિલ્હીના ડૉ. દિપ્તી રંજન સાહુ, IRICNના શરદ કુમાર અગ્રવાલ અને NF રેલવેના ચીફ બ્રિજ એન્જિનિયર સંદીપ શર્માનો સમાવેશ થાય છે. રેલ્વે બોર્ડની વર્કસ-1 શાખા એ સમિતિની કામગીરી અને રેલ્વે બોર્ડ દ્વારા વિચારણા માટે અહેવાલો સબમિટ કરવા, સમિતિની ભલામણોના અમલીકરણ અને સંબંધિત તમામ મુદ્દાઓ માટે મોડેલ શાખા હશે. બુધવારના રોજ આઈઝોલ નજીક બૈરાબી-સાયરાંગમાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતાં 22 લોકોનાં મોત થયાં હતાં અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. ગુરુવારે રેસ્ક્યુ ઓપરેશન હેઠળ કાટમાળમાંથી ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે હજુ પણ એક મજૂર ગુમ હોવાની આશંકા છે.

નોંધનીય છે કે મિઝોરમના આઈઝોલમાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતા 17 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના સાયરાંગ વિસ્તાર બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સમયે વિસ્તારમાં 35-40 લોકો હતા.. આ ઘટના આઈઝોલથી 21 કિમી દૂર બની હતી. અત્યાર સુધી તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા

વાંચો મોંઘવારીએ માઝા મૂકી,ટામેટાં ડુંગળી બાદ કઠોળના ભાવમાં વધારો