ચંદ્રયાન-૩નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ ,સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો

0
179
ચંદ્રયાન-૩નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ ,સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો
ચંદ્રયાન-૩નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ ,સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો

સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો 
ચંદ્રયાન-૩નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ 
દિલ્હીમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી

ચંદ્રયાન-૩નું ચંદ્ર પર સફળ લેન્ડિંગ થતાસમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો છે. ભારતની 40 દિવસની રાહ આખરે પૂરી થઈ. પૃથ્વીથી ચંદ્ર સુધી 3.84 લાખ કિલોમીટરની મુસાફરી કર્યા પછી, ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતર્યું. આ સાથે ભારત રશિયા, અમેરિકા અને ચીન પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે. તે જ સમયે, તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતર્યું  છે.ત્યારે દિલ્હીમાં ફટાકડા ફોડીને  ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ તાળીયો સાથે ચંદ્રયાનની સફળતાને વધાવી લીધી હતી.ઈસરોએ ઈતિહાસ રચ્યો છે. ઈસરોના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિગ કરતા જ ભારતે સ્વર્ણિમ ઈતિહાસ લખ્યો છે. 23 ઓગસ્ટ, 2023ના દિવસે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડરે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યુ છે. ચંદ્રના આ અજાણ્યા સાઉથ પોલ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકાથી વર્ચુઅલી ઈસરો સાથે જોડાયા હતા. ચંદ્રયાન 2ની નિષ્ફળતામાંથી શીખ લઈને ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 3ની સફળ સોફ્ટ લેન્ડિંગ સુનિશ્ચિત કરી હતી.

રોવર બહાર આવશે

ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ લેન્ડરની સંપૂર્ણ ગોઠવણી દર્શાવે છે. આમાં, રોવરનું વજન 26 કિલો છે. આ રોવર ચંદ્રયાન-2ના વિક્રમ રોવર જેવું જ છે. વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સંજીવ સહજપાલનું કહેવું છે કે યો સોફ્ટ લેન્ડિંગ સાથે લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર પોતાનું કામ શરૂ કરશે. લેન્ડરની સાથે, ચંદ્રની સપાટી પર તેના પૈડાવાળા સાધનો સાથે ઉતરાણ કરનાર રોવર ઈસરોના વૈજ્ઞાનિકોને ત્યાંની સપાટી વિશે સંપૂર્ણ માહિતી આપવાનું શરૂ કરશે.

ભારતની 40 દિવસની રાહ આખરે પૂરી થઈ. પૃથ્વીથી ચંદ્ર સુધી 3.84 લાખ કિલોમીટરની મુસાફરી કર્યા પછી, ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતર્યું. આ સાથે ભારત રશિયા, અમેરિકા અને ચીન પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો ત્રીજો દેશ બની ગયો છે. તે જ સમયે, તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતર્યું  છે.ભારતમાં લોકોમાં ખુશી છવાઈ છે. અમદાવાદ સાયન્સ સિટિમાં પણ વિદ્યાર્થીઓએ ગરબા રમીને ઉજવણી કરી હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ