માનવ અધિકાર મિશન દ્વારા સન્માન કરાયું
વી.આર લાઈવ ન્યૂઝના સિનિયર રિપોર્ટર પ્રવીણ જાદવનું સન્માન
એવોર્ડ તેમજ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું
સુપ્રીમ કોર્ટના જજ કે.જી બાલાકૃષ્ણ રહ્યાં ઉપસ્થિત
વી.આર લાઈવ ન્યૂઝના સિનિયર રિપોર્ટર પ્રવીણ જાદવનું માનવ અધિકાર મિશન દ્વારા એવોર્ડ,સર્ટિફિકેટ આપી સન્માન કરાયું.સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પૂર્વ અધ્યક્ષ કે.જી બાલાકૃષ્ણન તેમજ રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ મમતા શર્માએ સમગ્ર દેશમાં માનવ અધિકાર તેમજ મહિલા અધિકારોના હક અને અધિકારોના ન્યાય માટે ઘણા વર્ષોથી કામ કરતી માનવ અધિકાર મિશન સંસ્થાના કાર્યાલય ઉદ્ધાટન,કાર્યકર્તા સંમેલન તેમજ શપથ ગ્રહણ સમારોહમાં નિકોલમાં હાજરી આપી..માનવ અધિકાર મિશન સંસ્થા દ્વારા ઘણા સમયથી કામ કરી લોકોને ન્યાય અપાવ્યો છે..સુપ્રીમ કોર્ટના જજ કે.જી બાલાકૃષ્ણ તેમજ સંસ્થાના સ્થાપક ચેરમેન મહેન્દ્ર શર્માના હસ્તે વી.આર લાઈવ ન્યૂઝના સિનિયર રિપોર્ટર પ્રવીણ જાદવની પત્રકારત્વ ક્ષેત્રે સારી કામગીરી માટે એવોર્ડ તેમજ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું..માનવ અધિકાર મિશનના ક્ષેત્રે સંકળાયેલા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, અધિકારીઓ સંમેલનમાં હાજરી આપીરાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ મમતા શર્મા દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે…21મી સદીમાં પણ આજે મહિલાઓ પર થતા અપરાધો વધી રહ્યા છે.. દેશમાં બળાત્કારની ઘટનાઓ વધી રહ્યા છે.. ગામડાઓ તેમજ આદિવાસી વિસ્તારોમાં હજુ પણ કાયદાઓ બનાવવામાં આવ્યા છે પણ તેનો અમલ કરવામાં નથી આવતો કારણકે સામાજિક કુરિવાજો પણ વધી રહ્યા છે ત્યારે પ્રશાસનની સાથે સમાજે પણ જાગૃત થવાનો સમય છે.આધુનિક સમયમાં મહિલાઓની સુરક્ષા માટે પ્રયાસો કરવા પડશે..અનેક કિસ્સાઓમાં બળાત્કારના આરોપીને પાંચ પાંચ વર્ષ સુધી સજા નથી મળતી તેના કારણે બળાત્કારની ઘટનાઓને પ્રોત્સાહન મળે છે..આજકાલ સોશિયલ મીડિયા માં પોતાની પ્રાઈવસી ખુલ્લી પાડતા વીડિયો ફોટો ના કારણે લોકોની પ્રાઇવેસી ખુલ્લી પડતા સાયબર ક્રાઇમના કિસ્સાઓ માં વધારો થયો છે મહિલાઓએ પોતાની ઓળખ, સ્થાન ને સોશિયલ મીડિયા પર પોસ્ટ નહીં કરવા માર્ગદર્શન આપ્યું હતું..
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ