Home Main શિક્ષકો કે છૂટક મજૂરો! એક ક્લાસ દીઠ 50 રૂપિયા મળશે, આ રીતે...

શિક્ષકો કે છૂટક મજૂરો! એક ક્લાસ દીઠ 50 રૂપિયા મળશે, આ રીતે થશે ભણશે ગુજરાત

0
762
ટીચર
ટીચર

 ગુજરાતમાં શિક્ષકો ની હાલત દીવસે ને દીવસે ખરાબ થઈ રહી છે. શિક્ષકો માત્ર બાળકોનું ઘડતર કરનાર શિક્ષકો નથી રહ્યાં. કદાચ એવું બને કે આગામી દિવસોમાં કોઈ શિક્ષક બનવા તૈયાર ના થાય. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી શાળાઓમાં ચિત્ર અને સંગીતના શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. આમ છતાં ભરતી કરવામાં આવી રહી નહોતી પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની સરકારે શાળાઓમાં માનદવેતન સાથે સંગીત શિક્ષકની નિમણૂક કરવાનો  એક પરિપત્ર કર્યો છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ચિત્ર – સંગીત શિક્ષકની જગ્યા ભરવા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા પરિપ્ત્રને જોઈને ઘણા શિક્ષકોના ભવાં ચડી ગયા છે. સરકારનો નિર્ણય યોગ્ય એટલા માટે છે કે સ્કૂલોમાં ચિત્ર-સંગીતના શિક્ષકો મળશે પણ સરકાર એ ભૂલી રહી છે. મીનિમમ વેજ કોડમાં સ્કીલ્ડ વ્યક્તિને 12 હજાર પગાર આપવો ફરજિયાત છે. એ સાચું કે શિક્ષકોના કામના કલાકો ઓછા છે પણ શિક્ષક એ આગામી ભવિષ્યનું ઘડતર કરે છે એમને દિનદહાડી કરતાં મજૂરોની જેમ એક ક્લાસના 50 રૂપિયા આપવા કેટલા યોગ્ય એ સૌથી મોટો ચર્ચાનો વિષય છે.   

સંગીત વિશારદની ડીગ્રી પણ પગાર 9000 

ગુજરાત સરકારના આ આદેશમાં ચિત્ર-સંગીતના શિક્ષકોને એક તાસના રૂપિયા 50 મહત્તમ આપવાના રહેશે. વધુમાં વધુ 6થી 8 તાસની કામગીરી સંગીત શિક્ષકને અપાશે. જેના કારણે ચિત્ર-સંગીતના શિક્ષકોને માસિક 9000 રૂપિયા સુધીનું મહત્તમ વેતન અપાશે. સરકારની જાહેરાતમાં ચિત્ર-સંગીતના શિક્ષકોની મહત્તમ 38 વર્ષ સુધીની ઉમર અને સંગીત વિશારદની ડિગ્રીને લાયકાત ગણાવી છે. રાજ્ય સરકારના આદેશમાં આવા સંગીત શિક્ષકને નિમણૂંક પ્રમાણપત્ર આપવામાં નહીં આવે. સરકારને સંગીત વિશારદ જોઈએ છે પણ પગાર એક સરકારી શાળાના કાયમી પટાવાળા કરતાં પણ ઓછો આપવો છે. હાલમાં મજૂરી કરતો મજૂર પણ 9000 કરતાં પણ વધારે કમાય છે. આ શિક્ષકોને સરકાર વધુમાં વધુ 9000 પગાર આપવાની છે. શું કોઈ સંગીત વિશારદ 9000ના પગારમાં નોકરી આવશે એ સૌથી મોટો સવાલ છે.  

મહત્વનું એ છેકે, રમશે ગુજરાત, સ્વસ્થ બનશે ગુજરાત એવું સૂત્ર આપ્યું છે. ખેલ મહાકૂંભ યોજાય છે પણ ખેલ શિખવનારા શિક્ષકો નથી. અગાઉ દરેક જિલ્લામાં 11 મહિનાના કરાર આધારે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. શિક્ષકો 15 વર્ષથી ગાંધીનગરમાં આ રજૂઆત કરતા હોવા છતાં ભરતી કરવામાં આવતી નથી. 

વ્યાયામ શિક્ષકોની પણ અનેક જગ્યાઓ ખાલી

તમને જણાવી દઈએ કે, ગુજરાતની શાળાઓમાં છેલ્લા કેટલાંક વર્ષોથી વ્યાયામ શિક્ષકોની ભરતી થવા દીધી નહોતી. એક અંદાજ પ્રમાણે અનેક શિક્ષકોની જગ્યા ખાલી છે. ગુજરાતની મોટાભાગની શાળાઓમાં બાળકોને ફિટ રાખવા માટે વ્યાયામ કરાવતાં શિક્ષકો નથી. ફિટ ઈન્ડિયા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ફિટનેસ અંગેનો ફતવો ઓગસ્ટ 2019માં આપવામાં આવ્યો છે. રાજ્યની ૮૦ ટકા શાળાઓમાં વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી હોવાની ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કલા અને વ્યાયામ વિષય ફરજીયાત છે તેમ છતાં 2001થી કલા વ્યાયામ શિક્ષકોની ભરતી બંધ છે. રોજમદાર તરીકે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. હવે તો આ પરિપત્ર ગુજરાતના સંગીત વિશારદોને મજૂર બનાવી રહ્યો છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે