પેટલાદ મધ્ય ગુજરાત વીજ કંપનીના બિલિંગ અધિકારીની બેદરકારી

0
171
પેટલાદ મધ્ય ગુજરાત વીજ કંપનીના બિલિંગ અધિકારીની બેદરકારી
પેટલાદ મધ્ય ગુજરાત વીજ કંપનીના બિલિંગ અધિકારીની બેદરકારી

પેટલાદઃમધ્ય ગુજરાત વીજ કંપનીના બિલિંગ અધિકારીની બેદરકારી

સાંજે ચાર વાગે ઓફિસનો દરવાજો બંધ કર્યો

ગ્રાહકોને ભારે હાલાકી

ગ્રાહકોને બિલ ભર્યા વગર પરત ફરવું પડ્યું

પેટલાદ મધ્ય ગુજરાત વીજ કંપનીના બિલિંગ અધિકારીની બેદરકારી સામે આવી છે.અધિકીરીઓ  વિવેકભાન ભુલ્લ્યા હતી.સાંજના ચાર વાગે ઓફિસનીનો દરવાજા બંધ કરી દેતા બિલ ભરવા આવેલા ગ્રાહકો  બિલ ભર્યા વગર પાછા ફર્યા હતા. પેટલાદ મધ્ય ગુજરાત વીજ કંપનીમાં બિલિંગ અધિકારી એ ગામડામાંથી બિલ ભરવા  આવેલા ગ્રાહકોને ચાર વાગીને 10 મિનિટ થઈ ગઈ હોવાનું  કહીને ઓફિસ નો દરવાજો બંધ કરી મનમાની કરવાની ઘટના સામે આવી છે. ધર્મજ ગામના એક વૃદ્ધ બિલ ભરવા આવ્યા હતા વૃદ્ધને પણ બિલ ભર્યા વગર પરત ફરવું પડ્યું હતું.

આ બાબતે એ નોટિસ બોર્ડ માં લગાવેલ સમય ના બોર્ડમાં કોઈ અધિકારી નો સિક્કો કે સહી  નથી તો આ નોટિસ બોર્ડ ની કોઈ કાયદેસરતા જ નથી તેમજ કંપની ના જી.આર. કેમ નથી મૂકતા એ બાબતે તેમનું ધ્યાન દોરતાં બિલિંગ અધિકારી નમ્રતા સાથે વિવેકભાન ભૂલી મીડિયા કર્મી સાથે પણ ઉદ્ધત વર્તન કરી રહ્યા હતા.અને બિંધાસ કહી રહ્યા છે કે મારે કોઈ વાત કરવી નથી અને તમારે જી.આર.જોઈતો હોય તો લેખિત માં આપો આમ મનમાની કરતા કરી રહ્યા હતા.જોકે અધિકારી ના આવા વર્તન સામે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો રહ્યો હતો. દરમ્યાન પંડોળી ગામના એક ગ્રાહકનું   4.58 કલાકે બિલ સ્વીકારવામાં આવ્યું હતું તો અહી સવાલ એ થાય છે કે જો ચાર ને દસ મિનિટે કોમ્પુટર બિલ સ્વીકારવાનું બંધ કરી દેતું હોય તો પછી પંડોળી ના ગ્રાહક નું બિલ કેવી રીતે સ્વીકારાયું અને ધર્મજ ના ગ્રાહક ને શા માટે પરત મોકલી દેવાયા.શું બિલિંગ અધિકારી ની મનમાની મુજબ કચેરી નું કામ કાજ ચાલી રહ્યું છે.

વાંચો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેન્દ્રશાસિત પ્રદેશ લેહ-લદ્દાખના પ્રવાસે