કલોલ દેશ ભક્તિના રંગે રંગાયું
કલોલ દેશ ભક્તિના રંગે રંગાયું હતું. આઝાદી કા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી . જ્યાં જુઓ ત્યાં શહેરીજનો સ્કૂલના બાળકો મળી સ્વંતત્રતા દિવસની ઉજવણી કરી હતી. તેમજ લોકો પોતાના વ્હીકલ મકાનો દુકાનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે રાષ્ટ્ર ધ્વજની ખરીદી કરતા જોવા મળ્યા હતા
કલોલમાં 77માં સ્વાતંત્રય દિનની ઉજવણી કરાઈ
તાલુકા કક્ષાની ઉજવણી બોરીસણા ગામમાં કરવામાં આવી
શાળા નંબર એકમાં યોજાયો કાર્યક્રમ
ધ્વજવંદનનો કાર્યક્રમમાં યોજાયો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલોલમાં 77મા સ્વાતંત્રય દિનની ઉજવણી કરાઈ હતી.કલોલમાં 77માં સ્વાતંત્ર પર્વની તાલુકા કક્ષાની ઉજવણી બોરીસણા ગામમાં આવેલ શાળા નંબર એકના મેદાનમાં પ્રાંત અધિકારી ક્રિષ્નાબા વાઘેલા ની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.દેશભક્તિના રંગે રગાયેલા વાતાવરણમાં નાગરિકોએ શાળાના બાળકો પોલીસ અધિકારીઓ મામલતદાર કચેરી સ્ટાફ તાલુકા પંચાયત કચેરી સ્ટાફ દ્વારા પૂરા ઉમંગ ઉત્સાહથી ધ્વજવંદન કાર્યક્રમમાં યોજાયો હતો સ્વાતંત્ર દિવસના પર્વ નિમિત્તે કલોલ મામલતદાર. ગ્રામ્ય જેમીની ઞઢીયા તાલુકાવિકાસ અધિકારી કલ્પેશ ચાવડા તેમજ રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.નાની બાળા દ્વારા સ્વાતંત્રતા માટે બલિદાન આપનાર શહીદો અંગે વક્તવ્ય રજુ કર્યું હતું .તેમજ પ્રાંત અધિકારી ક્રિષ્ના બા વાઘેલા પ્રાસંગિક પ્રવચન કરી ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું
કલોલની કેરેવન સ્કૂલના બાળકો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ
કલોલમાં રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી
આઝાદી કા અમૃત મહોત્સવ કલોલની કેરેવન સ્કૂલ ના સબાળકો દ્વારા તેમજ સ્કૂલના શિક્ષક સાથે મળી 77ર્ષની સ્મારક ઉજવણીના સમાપન સમારોહ અંતર્ગત ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના બાળકો અને શિક્ષકો દ્વારા રેલી યોજવામાં આવી. આ રેલીમાં બાળકો દ્વારા હર ઘર તિરંગા, મારી માટી મારો દેશ અને જ્ય હિન્દ જય ભારત, જય જવાન જય કિશાન જેવા પોસ્ટર અને નારા સાથે રેલી કલોલ માં ફરી સ્કૂલ ખાતે પરત ફરી નું સમાપન કરાયું જેમાં પ્રિન્સિપાલ તેમજ સ્કૂલ ના તમામ શિક્ષકો પણ જોડાયા હતા
વાંચો અહીં સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી