દિલ્હી સર્વિસ બિલને મંજૂરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બિલને મંજૂરી આપી
લોકસભામાં 3 ઓગસ્ટે પસાર થયો હતો બિલ
નોંધ વીડિયોમાં દ્રૌપદી મુર્મુને બતાવવા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હી સર્વિસ બિલને મંજૂરી આપી દીધી છે. આ સાથે હવે તે કાયદો બની ગયો છે. ભારત સરકારના નોટિફિકેશનમાં ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) એક્ટ 2023 લાગુ કરવાની માહિતી આપવામાં આવી છે. આ પહેલા 7 ઓગસ્ટે દિલ્હી સર્વિસ બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યસભાએ ‘દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી ગવર્નન્સ એમેન્ડમેન્ટ બિલ 2023’ને 131 મતોથી મંજૂરી આપી હતી. લોકસભામાં આ બિલ 3 ઓગસ્ટે પસાર થયો હતો.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે 11 મેના રોજ પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે દિલ્હીમાં જમીન, પોલીસ અને કાયદો અને વ્યવસ્થા સિવાય, દિલ્હી સરકાર અન્ય તમામ વહીવટી નિર્ણયો લેવા માટે સ્વતંત્ર હશે. . અધિકારીઓ અને કર્મચારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ પણ કરી શકશે. આ ત્રણ મુદ્દાઓને બાદ કરતાં લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હી સરકારના બાકીના નિર્ણયો સ્વીકારવા માટે બંધાયેલા છે. આ નિર્ણય પહેલા, દિલ્હી સરકારના તમામ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યકારી નિયંત્રણ હેઠળ હતા. જોકે, કોર્ટના નિર્ણયના એક સપ્તાહ બાદ 19 મેના રોજ કેન્દ્ર સરકાર વટહુકમ લાવી હતી. ‘ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી ઓર્ડિનન્સ, 2023’ લાવીને, કેન્દ્રએ વહીવટી અધિકારીઓની નિમણૂક અને ટ્રાન્સફરનો અધિકાર લેફ્ટનન્ટ ગવર્નરને પાછો આપ્યો. આ વટહુકમ હેઠળ નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રી, દિલ્હીના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને તેના સભ્યો બનાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી આ ઓથોરિટીના ચેરમેન હશે અને બહુમતીના આધારે આ ઓથોરિટી નિર્ણયો લેશે. જો કે, ઓથોરિટીના સભ્યો વચ્ચે મતભેદના કિસ્સામાં, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનો નિર્ણય અંતિમ રહેશે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ