સેનાના સમર્થન વગર મારી સરકાર ના ચાલી હોતઃ શાહબાઝ શરીફ
વિદાય લેતા પાક વડાપ્રધાન શાહબાઝ શરીફે કરી કબૂલાત
પાકિસ્તાનમાં સેનાનો પ્રભાવ હજી પણ યથાવત
વીડિયોમાં શાહબાઝ શરીફને બતાવવા
પાકિસ્તાન ના વડાપ્રધાન પદેથી વિદાય લેતી વખતે શાહબાઝ શરીફે પાકિસ્તાની સેનાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. જ્યારે શહેબાઝ શરીફ વિપક્ષના નેતા હતા, ત્યારે તેઓ સરકાર ચલાવવામાં સેનાની દખલગીરી માટે તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાનની ટીકા કરતા હતા. પરંતુ, સત્તામાં આવ્યા બાદ તેમણે આ જ પેટર્ન અપનાવી. પાકિસ્તાન આજે વિશ્વમાં ‘હાઇબ્રિડ ગવર્નન્સ’ના સૌથી અગ્રણી ઉદાહરણોમાંનું એક છે, શરીફે કહ્યું કે ખાને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ પર કટાક્ષ કર્યો હતો. શાહબાઝ શરીફે વધુમાં કહ્યું હતું કે દરેક સરકારને સેના સહિત અન્ય તમામ ક્ષેત્રોમાંથી સમર્થનની જરુર પડતી હોય છે. શરીફે કરેલી કબૂલાતમાં આમ તો કશું નવુ નથી. જોકે પાકિસ્તાનની સેના વારંવાર કહેતી હોય છે કે અમે દેશની રાજનીતિમાં દખલઅંદાજી કરતા નથી પણ દેશમાં સેનાનો પ્રભાવ હજી પણ યથાવત છે તે શરીફના નિવેદનથી સ્પષ્ટ થાય છે.
શાહબાઝ શરીફના શાસનકાળમાં નાણાકીય નિર્ણયો લેવાની પ્રક્રિયામાં સેનાએ ભાગ લીધો હતો અને શરીફે તેનો કોઈ વિરોધ પણ કર્યો નહોતો. દેશમાં રોકાણ વધારવા માટે બનાવાયેલી કાઉન્સિલમાં પણ સેના પ્રમુખને સ્થાન મળેલુ છે. શરીફે એપ્રિલમાં પણ કહ્યુ હતુ કે, સાઉદી અરબ અને યુએઈ પાસેથી જે નાણાકીય મદદ મળી છે તેમાં સેના ચીફ અસીમ મુનીરની મહત્વની ભૂમિકા રહેલી છે. શાહબાઝ શરીફે વધુમં કહ્યું કે ઈમરાન ખાનને પણ તેમાના કાર્યકાળ દરમિયાન સેનાનું સમર્થન મળ્યું હતું .શાહબાઝ શરીફે ભાર મુક્યો હતો કે સરકારને સેના પ્રમુખના સમર્થનની જરૂર હોય છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ