રાહુલ ગાંધીના નિવેદન બાદ લોકસભામાં હંગામો

0
420
રાહુલ ગાંધીના નિવેદન બાદ લોકસભામાં હંગામો
રાહુલ ગાંધીના નિવેદન બાદ લોકસભામાં હંગામો

રાહુલ ગાંધીએ મણિપુર હિંસા મામલે મોદી સરકાર પર કર્યાં આકરા પ્રહાર

વડાપ્રધાને મણિપુરની  મુલાકાત લીધી નથીઃ રાહુલ ગાંધી

મણિપુર વડાપ્રધાન માટે હિન્દુસ્તાન નથીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીના ભાષણ પર લોકસભામાં હંગામો થયો હતો. સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર  બીજા દિવસે બુધવારે ચર્ચા થઈ હતી.  જેમા સાંસદ પદ પરત મળ્યાં બાદ રાહુલ ગાંધી પહેલીવાર લોકસભામાં બોલ્યા હતા. રાહુલ ગાંધીએ મણિપુર હિંસા અંગે સસંદમાં   વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં હતા. આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુરમાં ભાજપની રાજનીતિએ ભારતને મારી નાખ્યું છે, તેઓએ ભારતની હત્યા કરી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા હું મણિપુર ગયો હતો. આપણા વડાપ્રધાને આજ સુધી મણિપુરની મુલાકાત લીધી નથી કારણ કે મણિપુર તેમના માટે હિન્દુસ્તાન નથી.રહુલ ગાંધીના આ નિવેદન બાદ લોકસભામાં હંગામો થયો હતો

ભાજપ સાંસદ સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

 આ આક્રમક વર્તનનું ખંડન કરું છુઃ સ્મૃતિ ઈરાની

ઈતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈઃ સ્મૃતિ ઈરાની

કોંગ્રેસ પાર્ટી તાલીઓ વગાડતી રહીઃ સ્મૃતિ ઈરાની

રાહુલ ગાંધીએ સંસદમાં મણિપુર હિંસા અંગે ભાજપ સરકાર પર આકાર પ્રહારો કર્યાં હતાં. જેના જવાબમાં કેન્દ્રીય મંત્રી સમૃતિ રાનીએ વિપક્ષ પર અને કોંગ્રસ પર વળતો પ્રહાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ આક્રમક વર્તનનું ખંડન કરું છું. ઈતિહાસમાં પહેલીવાર ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ પાર્ટી તાલીઓ વગાડતી રહી. દેશને સંકેત ગયો કે મનમાં ગદ્દારી કોની છે. મણિપુર વિભાજિત નથી, દેશનું અંગ છે. યુપીએના નેતાએ તમિલનાડુમાં વકતવ્ય આપ્યું છે કે ભારત એટલે ઉત્તર ભારત. કાશ્મીરના વિભાજનની સંભાવના જોવી જોઈએ. ગાંધી ખાનદાનમાં દમ હોય તો એ કોંગ્રેસી નેતા સામે કડક પગલાં લો. 1984ના શીખ રમખાણોને યાદ કરો. કોંગ્રેસ જ જવાબદાર છે

સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા

રાહુલ ગાંધીએ કોંગ્રેસ તરફથી ચર્ચાની શરૂઆત કરી

ભાષણ પૂરું કરીને રાહુલ ગાંધી રાજસ્થાન જવા રવાના થયા

સંસદમાં ચોમાસુ સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો બુધવારે  બીજો દિવસ છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ તરફથી ચર્ચાની શરૂઆત કરી હતી… ભાષણ પૂરું કરીને રાહુલ ગાંધી રાજસ્થાન જવા રવાના થયા હતા. સ્મૃતિ ઈરાનીએ આક્રમક જવાબ આપતાં અદાણીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ