વીર શહીદ અમર રહે ના નારાઓ સાથે મહિપાલ સિંહ પંચમહાભુતોમાં થયા વિલિન, સીએમ ભુપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ

0
200
સીએમ
સીએમ

આતંકીઓને જડબાતોડ જવાબ આપતા સમયે શહીદ થયેલા ગુજરાતના વીર સપૂત મહિપાલસિંહ વાળાને શ્રીનગરમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર, વીર શહીદ મહિપાલસિંહની અંતિમ યાત્રા નિકળી હતી ને તેઓ પંચમહાભુતોમાં વિલિન થયા હતા, માં ભોમની સેવા કરતા અને આતંકીઓને જડબાતોડ જવાબ આપતા ગુજરાતના વીર સપૂત મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા છે. શ્રીનગરમાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું

મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ મહિપાલ સિંહને વિરાંજલી આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં શહીદ વીર જવાનના સદાશિવ સોસાયટી વિરાટનગર રોડ, ઓઢવ ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા છે જ્યાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રી સ્વર્ગસ્થ મહિપાલ સિંહને વિરાંજલી આપી છે, સાથે તેમના શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પણ પાઠવી છે. રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ મુખ્યમંત્રી સાથે જોડાયા છે. 

27 વર્ષની નાની વયે થયા શહીદ
જમ્મુ કશ્મીરમાં આતંકી સાથે અથડામણ થતાં અમદાવાદના જવાન શહીદ થયા છે, વીર સપૂત મહિપાલસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના છે. પરંતુ તેઓ અમદાવાદમાં રહે છે. અમદાવાદના ઠક્કરબાપાનગરના લીલાનગર સ્મશાનમાં તેમના અંતિમવિધિ કરવામાં આવશે. હાલ તેમના પાર્થિવ દેહને અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

સંતાનનું મોઢું જોવે તે પહેલાં જ અંતિમ શ્વાસ લીધા 
મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના મહિપાલસિંહનો જન્મ 15 ઓગસ્ટ 1996માં થયો હતો. 15મી ઓગસ્ટના દિવસે જન્મેલા મહિપાલસિંહ નાનપણથી જ આર્મીમાં જવાનું સપનું જોયું હતું. તેઓ છેલ્લે પોતાના જ સિમંત પ્રસંગમાં અમદાવાદ આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ પત્ની બાળકને જન્મ આપે તે પહેલા જ તેઓ શહીદ થયા છે. તેમના પરિવારમાં ભારે શોકની લાગણી છે. 

અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે
27 વર્ષના મહિપાલસિંહ દેશની રક્ષા કરી રહ્યા હતા ત્યારે જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે સાંજે થયેલી આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન શહીદ થયા હતા. શહીદ મહિપાલસિંહના દેશ બલિદાન નિમિત્તે વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન મોટી સંખ્યામાં તેમને અંતિમ વિદાય આપવા માટે શહેરીજનો તથા સેનાકર્મીઓ ઉપસ્થિતિ રહ્યા હતા,

ભરતસિંહ સોલંકીએ સરકાર પાસે સહાયની માંગ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહીદ ગુજરાતના વીર સપૂત મહિપાલસિંહ વાળાને શ્રદ્ધાંજલિ આપશે. બીજી બાજુ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. મહિપાલસિંહ વાળાના પરિવારજનોને એક કરોડની સહાયની માંગણી કરી છે. ભરતસિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

શું છે સમગ્ર ઘટના?
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સેનાના જવાનો વચ્ચે થયેલી અથડામણમાં અમદાવાદમાં રહેતા સેનાના જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા છે. શહીદ મહિપાલસિંહનો પાર્થિવ દેહ આજે અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. સાંજે તેમને અંતિમ વિદાય દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાશે. રાષ્ટ્રીય સન્માન સાથે શહીદ મહિપાલસિંહને અંતિમ વિદાય આપવી હતી