EDએ તમિલનાડુમાં અનેક સ્થળોએ ફરીથી દરોડા પાડ્યા

0
171
EDએ તમિલનાડુમાં અનેક સ્થળોએ ફરીથી દરોડા પાડ્યા
EDએ તમિલનાડુમાં અનેક સ્થળોએ ફરીથી દરોડા પાડ્યા

મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી

EDએ તમિલનાડુમાં અનેક સ્થળોએ ફરીથી દરોડા પાડ્યા

તમિલનાડુ સરકારના મંત્રી સેંથિલ બાલાજીના ઘર પર દરોડા

14 જૂનના રોજ EDએ મની લોન્ડરિંગના મામલે તમિલનાડુ સરકારના મંત્રી સેંથિલ બાલાજીના ઘર પર દરોડા પાડ્યા હતા

સેંથિલ બાલાજી સામે રોકડ બદલ નોકરીના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી


EDએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગુરુવારે મની લોન્ડરિંગ કેસના સંબંધમાં તમિલનાડુમાં અનેક સ્થળોએ ફરીથી દરોડા પાડ્યા હતા. આ દરોડો સેંથિલ બાલાજી સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવ્યાં છે  EDએ કોઈમ્બતુર અને કરુરમાં આ કેસ સાથે જોડાયેલા આરોપીઓના સ્થાનો પર શોધખોળ હાથ ધરી હતી. તમને જણાવી દઈએ કે 14 જૂનના રોજ EDએ મની લોન્ડરિંગના મામલે તમિલનાડુ સરકારના મંત્રી સેંથિલ બાલાજીના ઘર પર દરોડા પાડ્યા હતા.

સેંથિલ બાલાજી હજુ પણ મંત્રી છે

સેંથિલ બાલાજી સામે રોકડ બદલ નોકરીના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા બાદ EDએ સેંથિલ બાલાજીની ધરપકડ કરી હતી અને તે હજુ પણ EDની કસ્ટડીમાં છે. ધરપકડ છતાં તમિલનાડુ સરકારે હજુ સુધી બાલાજીને મંત્રી પદ પરથી હટાવ્યા નથી.

સેંથિલ બાલાજી પર આ આરોપો છે

EDએ પોતાના જવાબમાં કોર્ટને કહ્યું છે કે સેંથિલ બાલાજી તપાસમાં સહકાર નથી આપી રહ્યા. EDએ દાવો કર્યો છે કે બાલાજીએ પોતાના પદનો દુરુપયોગ કરીને રાજ્ય પરિવહન વિભાગમાં નોકરીનું કૌભાંડ ચલાવ્યું હતું. જણાવી દઈએ કે આ પહેલા મદ્રાસ હાઈકોર્ટે સેંથિલ બાલાજીને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. બાલાજી અને તેમની પત્નીએ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

વાંચો અહીં વારાણસી જ્ઞાનવાપી કેસ:ASI સર્વેને અલ્હાબાદ હાઈકોર્ટેની લીલી ઝંડી