નૂહમાં ફેલાયેલી હિંસાને લીધે હરિયાણામાં અનેક જગ્યાએ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. તેના પર સુનાવણી કરતાં જસ્ટિસ ખન્નાએ સવાલ કર્યો કે તમારી માગ શું છે? જેના પર અરજદારના વકીલ સી.યુ.સિંહે કહ્યું કે એક સમુદાય વિરુદ્ધ હેટસ્પીચ થઈ રહી છે. રેલીઓ યોજાઈ રહી છે અને ભાષણો અપાઈ રહ્યા છે. તેના પર સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે હેટસ્પીચ અંગે સુપ્રીમકોર્ટ ના આદેશોનું પાલન કરો. અમે શુક્રવારે સુનાવણી હાથ ધરીશું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભડકાઉ નિવેદનબાજી કે રોડ પર તોડફોડ ન થવી જોઇએ.
સરકારને આપી ચેતવણી
સુપ્રીમકોર્ટે તેની સાથે જ સરકારને ચેતવણી આપી હતી કે તેઓ સુનિશ્ચિત કરે કે ના તો હિંસા ભડકવી જોઈએ અને ન તો હેટ સ્પીચ થવી જોઈએ. સુરક્ષાના તાત્કાલિક ઉપાયો કરવામાં આવે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના અગમચેતી પગલાં ભરવામાં આવે અને સાથે જ વધારે સુરક્ષાદળો તહેનાત કરવામાં આવે. સીસીટીવીની વ્યવસ્થા સાથે વીડિયોગ્રાફી પણ કરવામાં આવે.
તાત્કાલિક સુનાવણીની માગ થઇ હતી
નૂહ કેસમાં સીજીઆઈ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માગ કરાઈ હતી. જેના પર સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું હતું કે રજિસ્ટ્રારને મેઈલ કરી દો, અમે કેસ પર તાત્કાલિક આદેશ આપીશું. વકીલ સી.યુ.સિંહે કહ્યું હતું કે ત્યાં સ્થિતિ ગંભીર છે. દિલ્હી એનસીઆરમાં 23 રેલીઓ રદ થઈ છે અને જલદી સુનાવણી કરવાની જરૂર છે. પાડોશી રાજ્યમાં પણ હિંસા ભડકી છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે નફરતભર્યા ભાષણોથી માહોલ બગડે છે. કાયદાનું શાસન જાળવી રાખવા માટે જરૂરી પગલાં ભરવામાં આવે.