વિશ્વ હિંદુ પરિષદની રેલીઓ પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટેનો ઇનકાર 

0
160

હરિયાણાના નૂહમાં હિંસાનો મામલો

સુપ્રીમ કોર્ટે વિશ્વ હિંદુ પરિષદની રેલીઓ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર  કર્યો    

કોર્ટ હવે આ મામલે ફરી 4 ઓગસ્ટે સુનાવણી કરશે

રેલીઓની વિડીયોગ્રાફી કરવાનો આદેશ

વિશ્વ હિંદુ પરિષદની રેલીઓ પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. હરિયાણાના નુહમાં થયેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિલ્હીમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન અને રેલીઓ કરવામાં આવી રહી છે. આ રેલીઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે આ અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટ હવે આ મામલે ફરી 4 ઓગસ્ટે સુનાવણી કરશે.

રેલીઓની વિડીયોગ્રાફી કરવાનો આદેશ

વરિષ્ઠ વકીલ સીયુ સિંઘે સુપ્રીમ કોર્ટમાં  અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દિલ્હીમાં 23 સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અરજીમાં આ મામલે વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. અરજીની સુનાવણી કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો પરંતુ કહ્યું હતું કે વિરોધ દરમિયાન કોઈ ઉશ્કેરણીજનક નિવેદનો અથવા કોઈપણ હિંસા ન હોવી જોઈએ. કોર્ટે સીસીટીવી કેમેરા વડે વિરોધ પ્રદર્શનની દેખરેખ અને વિડિયોગ્રાફી કરવાનો નિર્દેશ આપ્યો હતો અને જો જરૂર પડે તો વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ