નૂહમાં હિંસા મામલે વિરોધ પ્રદર્શન ,મુખ્યમંત્રીએ પણ આપ્યું નિવેદન

0
317
નૂહમાં હિંસા મામલે વિરોધ પ્રદર્શન
નૂહમાં હિંસા મામલે વિરોધ પ્રદર્શન

નૂહમાં હિંસા મામલે વિરોધ પ્રદર્શન

વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ

ભીડને કાબૂમાં લેવા પોલીસે બેરિકેડ લગાવ્યાં

નૂહમાં હિંસા ફાટી નીકળી છે.ત્યારે  બજરંગ દળના કાર્યકરો નૂહ હિંસા વિરુદ્ધ દિલ્હીના ઘોંડા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવી દીધા હતા.વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ હરિયાણાના નૂહમાં તાજેતરની હિંસક અથડામણો સામે વિરોધનું આહ્વાન કર્યું છે.હરિયાણાના નૂહ જિલ્લામાં ભગવા યાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. અહેવાલો અનુસાર, જિલ્લાના નલ્હાડ મહાદેવ મંદિરથી નીકળીને જ્યારે ભગવા યાત્રા ઝંડા પાર્ક પહોંચી ત્યારે મુસ્લિમ પક્ષના એક જૂથે પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પછી હિન્દુવાદી સંગઠનોના લોકો પણ ઉશ્કેરાયા અને જવાબમાં પથ્થરમારો કરવામાં આવ્યો. આ હિંસા એટલી બધી હતી કે પોલીસકર્મીઓ ઓછા પડતા જોવા મળ્યા હતા. પોલીસ થોડા સમય માટે પીછેહઠ કરી હતી અને થોડા સમય બાદ મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. અને સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 

હરિયાણા તોફાનોને લઇને મનોહર લાલ ખટ્ટરનું નિવેદન

2 હોમ ગાર્ડ સહિત 6 લોકોના મોત, 116ની કરાઇ ધરપકડ

હરિયાણના નુહમાં જે રીતે તોફાનો ફાટ્યા તેને લઇને હરિયાણા સીએમ મનોહર લાલ ખટ્ટરે જણાવ્યુ છે કે અત્યાર સુધી 6 લોકોના મોતના સમાચાર ,  જેમાં 2 હોમગાર્ડ અને 4 સામાન્ય નાગરિકો છે,, રાજ્ય પોલીસની 30 કંપની,,અને કેન્દ્રીય સુરક્ષા બળોની 20 કંપની તૈનાત કરાઇ છે,આ ફોર્સ પલવલ, ગુરુગ્રામ, ફરીદાબાદ સહિત નુહમાં તૈનાત કરાયા છે, અત્યાર સુધી 116 લોકોની ધરપકડ કરાઇ છે, જ્યારે લોકોથી અપીલ છે કે તેઓ શાંતિ રાખે, તમને જણાવી દઇએ કે હાલ હરિયાણાના અનેક વિસ્તારમાં નેટ બંધ કરી દેવાયા છે

હરિયાણામાં વધુ 90 લોકોની કરાઇ અટકાયત

હાલ સ્થિતિ કાબુમાં લેવા માટે કડક કાર્યવાહી થઇ રહી છે,- ડીજીપી

હરિયાણામાં કોમી તોફાનો અંગે હરિયાણાના ડીજીપી પી કે અગ્રવાલે જણાવ્યુ છે કે 116 લોકો ઉપરાંત 90 લોકોની પણ અટકાયત કરાઇ છે,તેમની અલગથી પુછ પરછ થઇ રહી છે, જેમાં તેઓ દોષી જણાશે તો કાર્યવાહી કરાશે, તે સિવાય ગુરુગ્રામ મસ્જિદમાં થયેલી ઘટનામાં ચાર લોકોની ધરપકડ થઇ છે, તે સિવાય સોહના, બાદશાહ પુર, પલવલમાં થયેલા હિંસામા પણ કેટલાક લોકોને રાઉન્ડ  અપ કરાયા છે, કોઇ પણ દોષિઓને છોડવામાં નહી આવે

વાંચો અહીં જર્જરીત ઈમારત ધરાશાયી થવાનો સિલસિલો યથાવત