વાહન ચેકિંગ દરમિયાન ચેન્નાઈમાં પોલીસ પર હુમલો,બે હુમલાખોરોના મોત

0
169

ચેન્નાઈમાં વાહન ચેકિંગ દરમિયાન બની ઘટના

 બદમાશો દ્વારા પોલીસ પર હુમલો

પોલીસની જવાબી કાર્યવાહીમાં બે હુમલાખોરોના મોત

વાહન ચેકિંગ દરમિયાન ચેન્નાઈમાં પોલીસ પર હુમલો થયો હતો તમિલનાડુમાં પોલીસ મંગળવારે વહેલી સવારે ચેન્નાઈની બહારના ભાગમાં વાહનોનું ચેકિંગ કરી રહી હતી જ્યારે બે બદમાશોએ વાહન ચેકિંગ દરમિયાન પોલીસ સબ ઈન્સ્પેક્ટર પર હુમલો કર્યો, જેના પગલે પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી, જેમાં બે બદમાશો માર્યા ગયા. પોલીસે જણાવ્યું કે બંને બદમાશોનો ગુનાહિત રેકોર્ડ છે.આ કેસની માહિતી આપતા પોલીસે કહ્યું કે બંને હિસ્ટ્રીશીટર પાસે છરીઓ હતી અને તેઓએ ગુડુવનચેરી નજીક પોલીસ એસઆઈ પર હુમલો કર્યો હતો .અને તમેને   ઘાયલ કર્યા  હતાં અને તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો

આ પછી એસઆઈએ જીવ બચાવવા માટે એક યુવક પર ગોળીબાર કર્યો હતો. તે જ સમયે, પોલીસ અધિક્ષક મુરુગેસન, જે વાહન ચેકિંગ ટીમનો ભાગ હતા, તેમના સાથીદારની મદદ માટે દોડી ગયા અને અન્ય વ્યક્તિ પર ગોળીબાર કર્યો.પોલીસના જણાવ્યા અનુસાર, એસઆઈ પર હુમલો કરનારા અન્ય બે લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસ બંને ઘાયલોને ચેંગલપટ્ટુ સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા, એમ તેમણે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ એસ વિનુદ ઉર્ફે છોટા વિનુદ (35) અને એસ રમેશ (32) તરીકે થઈ છે.છોટા વિનોદ અને એસ રમેશ રીઢા ગુનેગાર હતા અને તેમની સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણી સહિતના 50 અને 20 થી વધુ કેસ પેન્ડિંગ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસ સબ ઈન્સ્પેક્ટર શિવગુરુનાથનને સારવાર માટે ક્રોમપેટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ