સુપ્રીમ કોર્ટમાં મણિપુર હિંસા મામલે થઈ સુનાવણી

0
157

મણિપુર હિંસાનો મામલો

સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી

હિંસાની તપાસ કરવા માટે સ્વતંત્ર એજન્સી બનાવવાની માગ

પીડિતોના વકીલે કરી સુપ્રીમ કોર્ટમાં માગ

સુપ્રીમ કોર્ટમાં મણિપુર હિંસા મામલે સુનાવણી થઈ હતી. દેશને શર્મશારકરના  મણિપુરની બે મહિલાઓ સાથે મણિપુરમાં બે મહિલાઓ સાથે થયેલી બર્બતાના   મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ટોળા દ્વારા બે મહિલાઓ પર હુમલા સાથે સંબંધિત કેસની સુનાવણી ટ્રાન્સફર કરવાની કેન્દ્ર સરકારની વિનંતી પર સુપ્રીમ કોર્ટ વિચારણા કરી રહી છે. સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી દરમિયાન પીડિત મહિલાઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે મહિલાઓ આ મામલાની સીબીઆઈ તપાસ અને કેસને આસામમાં ટ્રાન્સફર કરવાની વિરુદ્ધ છે. સિબ્બલે વધુમાં કહ્યું કે પીડિત મહિલામાંથી એકના પિતા અને ભાઈની હત્યા કરવામાં આવી હતી. તેમના મૃતદેહ હજુ સુધી મળ્યા નથી. તેમણે કહ્યું કે 18 મેના રોજ ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી હતી. જ્યારે કોર્ટે સંજ્ઞાન લીધું ત્યારે કંઈક થયું. તો પછી આપણે શેનો ભરોસો રાખવો? તેમણે કહ્યું કે આવી ઘણી ઘટનાઓ હશે. એટલા માટે અમે એક એજન્સી ઈચ્છીએ છીએ જે મામલાની તપાસ કરવા માટે સ્વતંત્ર હોય.

મણિપુર હિંસા મામલે સુનાવણી દરમિયાન સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે ક્યારેય આસામમાં ટ્રાયલ ટ્રાન્સફર કરવાની વિનંતી કરી નથી. અમારી માંગ છે કે આ કેસને મણિપુરની બહાર ટ્રાન્સફર કરવામાં આવે.

મહિલાઓની નગ્ન પરેડ કરાવવાના મામલામાં CJI DY ચંદ્રચુડે કહ્યું કે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, પરંતુ આ એકમાત્ર ઘટના નથી જ્યાં મહિલાઓ પર હુમલો થયો હોય કે ઉત્પીડન કરવામાં આવ્યું હોય, અન્ય મહિલાઓ પણ છે. તેમણે કહ્યું કે આપણે મહિલાઓ વિરુદ્ધ હિંસાના વ્યાપક મુદ્દાને જોવા માટે એક મિકેનિઝમ પણ બનાવવું પડશે. આ તંત્રએ સુનિશ્ચિત કરવું જોઈએ કે આવા તમામ કેસોની કાળજી લેવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે બંને પક્ષોને ટૂંકમાં સાંભળશે અને પછી યોગ્ય પગલાં અંગે નિર્ણય લેશે. કોર્ટે કહ્યું કે હાલમાં કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. CJIએ કહ્યું કે તેઓ પહેલા અરજીકર્તાઓને સાંભળશે, પછી એટર્ની જનરલ અને સોલિસિટર જનરલને સાંભળવામાં આવશે.

કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તે સ્પષ્ટ છે કે પોલીસ બે મહિલાઓ પર હિંસા કરનારાઓ સાથે મળીને કામ કરી રહી છે અને પોલીસ આ મહિલાઓને ટોળામાં લઈ ગઈ હતી સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાનું કહેવું છે કે જો સુપ્રીમ કોર્ટ આ મામલાની દેખરેખ રાખે તો કેન્દ્રને કોઈ વાંધો નથી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ