સ્લોવાકિયા ગણરાજ્યના પદનામિત ભારતીય રાજદૂતે CM સાથે કરી મુલાકાત

0
168
Ambassador-designate of India to the Republic of Slovakia called on the CM
Ambassador-designate of India to the Republic of Slovakia called on the CM

સ્લોવાકિયા ગણરાજ્યના પદનામિત ભારતીય રાજદૂતે કરી મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સાથે  સૌજન્ય મુલાકાત લીધી

ભારત અને સ્લોવાકિયાના દ્વિપક્ષીય સંબંધો અને આર્થિક સમૃદ્ધિ વધે તેવા પ્રયાસો

  ૨૦૧૯ના વર્ષથી અપૂર્વા શ્રીવાસ્તવ ટોરેન્‍ટોમાં ભારતના કોન્‍સ્યુલ જનરલના પદ પર સેવાઓ આપતા રહ્યા છે

સ્લોવાકિયા ગણરાજ્યના પદનામિત ભારતીય રાજદૂત   અપૂર્વા શ્રીવાસ્તવે ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. અપૂર્વા શ્રીવાસ્તવ યુરોપીય મહાદ્વિપના રાષ્ટ્ર સ્લોવાકિયા રિપબ્લીક ખાતે ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત થયેલા છે. તેમણે આ પદભાર સંભાળતા પહેલા ગાંધીનગરમાં  મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેવા ભારત અને સ્લોવાકિયાના દ્વિપક્ષીય સંબંધો અને આર્થિક સમૃદ્ધિ વધે પ્રયાસો માટે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે અપૂર્વા શ્રીવાસ્તવને શુભેચ્છાઓ પાઠવતાં અનુરોધ કર્યો હતો.આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાઈ રહેલી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સ્લોવાકિયાનું હાઈલેવલ બિઝનેસ ડેલીગેશન પણ જોડાય તે માટે તેમના સહયોગની અપેક્ષા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વ્યક્ત કરી હતી.

       ૨૦૧૯ના વર્ષથી અપૂર્વા શ્રીવાસ્તવ ટોરેન્‍ટોમાં ભારતના કોન્‍સ્યુલ જનરલના પદ પર સેવાઓ આપતા રહ્યા છે. હવે તેમની નિયુક્તિ સ્લોવાકિયામાં ભારતીય રાજદુત તરીકે થઈ છે.એટલું જ નહીં, તેમની બે દાયકાની રાજદ્વારી કારકિર્દીમાં તેમણે પેરિસ અને કાઠમંડુમાં પણ ભારતીય દુતાવાસમાં સેવાઓ આપેલી છે.આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર પણ જોડાયા હતા

યુરોપીય મહાદ્વીપના દેશ સ્લોવાકિયા ગણરાજ્ય માટે નિયુક્ત ભારતના રાજદૂત અપૂર્વા શ્રીવાસ્તવે બુધવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત પણ કરી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અપૂર્વા શ્રીવાસ્તવને શુભેચ્છાઓ આપતાં ભારત અને સ્લોવાકિયાની એકતા અને આર્થિક સમૃદ્ધિ વધે એવા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો

વાંચો અહીં સંસદમાં મણિપુર હિંસા અંગે વિપક્ષનો હોબાળો