Home State Gujarat રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU

રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU

0
427

રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU

મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં MoU

પ્રતિષ્ઠિત કંપનીઓ સાણંદ GIDC ફેઝ-૨માં રોકાણો કરશે

રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયા છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ બનાવવાના આશયે શરૂ કરેલી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે.મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે.આ વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.આ સંદર્ભમાં ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ માં ૧૩૬૦ કરોડ રૂપીયાના કુલ રોકાણો સાથે ૬ જેટલા MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.એન્‍જીનિયરીંગ સેક્ટરમાં કુલ રૂ. ૭૭૫ કરોડના રોકાણો માટે ૩ ઉદ્યોગ ગૃહોએ MoU કર્યા હતા. આ ત્રણેય ઉદ્યોગ ગૃહો દ્વારા સાણંદ GIDC ફેઝ-૨માં ઉદ્યોગો શરૂ કરાશે અને અંદાજે ૭૦૦ જેટલાં સંભવિત રોજગાર અવસરો પૂરા પાડવામાં આવશે.ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે રાજય સરકાર વતી અને ઉદ્યોગ ગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા.આ MoU અંતર્ગત ટેક્ષટાઈલ સેક્ટરમાં એક MoU રૂ. ૨૯૪ કરોડના રોકાણો માટે કરવામાં આવ્યો હતો. તેના દ્વારા ૧૮૦૦ લોકોને અપેક્ષિત રોજગારી મળશે.એટલું જ નહિ, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં થયેલા MoU અનુસાર, બે ઉદ્યોગો રૂ. ૨૯૦ કરોડનું રોકાણ કરશે તથા ૫૦૦ જેટલી સંભવિત રોજગારીની તકોનું આ ઉદ્યોગમાં નિર્માણ થશે.

F183FZUaYAE7ZZN

આ MoU કરનારા સૌ ઉદ્યોગકારોએ ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં પ્રો-એક્ટીવ અભિગમને પરિણામે ઉદ્યોગો શરૂ કરવા માટેની જરૂરી મંજૂરીઓ અતિ ઝડપે મળી છે તે માટે આભાર દર્શાવ્યો હતો.રાજ્યમાં લેબર પીસ  અને સ્કીલ્ડ વર્કફોર્સની સરળ ઉપલબ્ધિને કારણે આ ઉદ્યોગકારો પોતાનાં યુનિટ્સના એક્સપાન્‍શન અને નવા એકમો શરૂ કરવા તેઓએ ગુજરાત પર પસંદગી ઉતારી છે તેમ જણાવ્યું હતું. સાણંદ GIDC ફેઝ-૨માં ૨૦૨૪-૨૫ સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટેના આ જે ૬ MoU થયા છે તેમાં, એન્‍જિનિયરીંગ સેક્ટરમાં આર્સેલર મિત્તલ નિપ્પન સ્ટીલ ઈન્‍ડિયા લિમિટેડ, ઈન્‍ગરસોલ રેન્‍ડ ઈન્‍ડિયા લિમિટેડ અને ટેરેક્સ ઈન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડનો, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં બાયો જેનોમિક્સ લિમિટેડ તથા OMNIBRX બાયોટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડનો અને ટેક્ષટાઈલ સેક્ટરમાં વર્લ્ડ વાઈડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.આ MoU સાઈનીંગ અવસરે મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન, GIDCના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનરશ્રી સંદીપ સાંગલે તથા ઈન્‍ડેક્ષ બી નાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે