જામ ખંભાળિયા પંથકનો વચકુ ડેમ ઓવરફ્લો
નવા નીરના અનોખા વધામણાં
સામોર ગામે આવેલો વચકુ ડેમ ઓવરફલો થતા લોકોમાં ખુશી
સ્થાનિકો દ્વારા પુજન અર્ચન સાથે નવા નીરના વધામણા
ડેમો ઓવરફ્લો થતા નવા નીરના અનોખા વધામણાં કરવામાં આવી રહ્યાં છે.રાજ્યમાં અવિરત વરસાદને પગલે ડેમો છલકાયા છે. ખંભાળિયા પંથકનો વચકુ ડેમ ઓવરફ્લો થતા નવા નીરના અનોખા વધામણાં કરવામાં આવ્યા હતાં. સામોર ગામે આવેલો વચકુ ડેમ ઓવરફલો થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. સ્થાનિકો દ્વારા પુજન અર્ચન સાથે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. કિતૅન મંડળી સાથે સ્થાનિકોએ નવા નીરના હતા. સિંચાઇ માટે ખુબજ ઉપયોગી વચકુ ડેમ ઓવરફ્લો થતા જગતના તાત ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જામ ખંભાળીયાના સામોર નો વચકુ ડેમ ઓવરફ્લો થવાથી સ્થાનિકો ને સિંચાઈની સમસ્યા દૂર થશે.
ડીસામાં બનાસ નદીના નીરના વધામણા કરાયા
દાંતીવાડા ડેમમાં પાણી છોડાતા પાણી ડીસા પહોંચ્યું
ધારાસભ્યએ ખેડૂતો આગેવાનોની હાજરીમાં નવા નીરના વધામણા કર્યા
બનાસકાંઠાની જીવા દોરી સમાન દાંતીવાડા ડેમમાંથી બે દિવસ અગાઉ પાણી બનાસ નદીમાં છોડાતા પાણી ડીસા પહોંચતા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત આગેવાનો ખેડૂતોએ બનાસ નદીમાં નવા નીરના વધામણા કર્યા હતા. બનાસ નદીમાં પાણી આવતા પાણીના તળ ઊંચા આવવાની આશાએ ખેડૂતોમાં વ્યાપક ખુશી જોવા મળી રહી છે.ચાલુ વર્ષે રાજ્યભરમાં સારા વરસાદથી મોટાભાગના જળાશયો છલકાઇ ગયા છે .ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠા ની જીવા દોરી સમાન દાંતીવાડા ડેમ પણ 85% થી વધુ ભરાઈ ગયો છે. જ્યારે હજુ ચોમાસાને બે માસ જેટલો સમય બાકી હોવાથી તંત્ર દ્વારા દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં બે દિવસ અગાઉ દાંતીવાડા ડેમમાંથી ૩૨૦૦ ક્યુસેક જેટલુ પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી આજે ડીસા બનાસ નદીના પુલ પાસે પહોંચતા ધારાસભ્ય પ્રવીણ માળી સહિત ભાજપના આગેવાનો ખેડૂતો એ નવા નીર ના વધામણા કર્યા હતા. ધારાસભ્યએ શ્રીફળ ફુલ અર્પણ કર્યાં હતા
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ