મણિપુર વાયરલ વીડિયો મામલે છઠ્ઠા આરોપી ની થઇ ધરપકડ, મૈતેઇ અને કુકી મીઝો જાતિઓ વચ્ચે અવિશ્વાસ વધ્યો

0
303
મણિપુર આરોપી
મણિપુર આરોપી

મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવા મામલે વધુ એક આરોપી ની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક સગીર સહિત છ આરોપી ઓની ધરપકડ કરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ મહિલાને ખેંચતો નજર આવ્યો હતો પોલીસે તેને પણ પકડી લીધો છે. આરોપી ઓને પકડવા માટે રાજ્યભરમાં પોલીસની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. હિંસાના ડરથી મિઝોરમમાંથી મૈતેઈ સમુદાયના લોકો પલાયન કરી રહ્યા છે.

4 મેના વાયરલ વીડિયોમાં નજર મોટી સંખ્યામાં મેઇતેઈ સમુદાયના લોકો બે કુકી મહિલાઓને નિર્વસ્ત્ર કરી તેમને પરેડ કરાવી રહ્યા છે અને તેમનું શોષણ કરે છે તથા તેમને હેરાન કરે છે. આ વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં લોકો રોષ છે. આરોપીઓ સામે કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી રહી છે. અગાઉ ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને 11 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આ બે મહિલાઓમાંથી એક મહિલા પૂર્વ સૈનિકની પત્ની છે. તેઓ કારગિલ યુદ્ધમાં આસામ રેજિમેન્ટનો ભાગ હતો. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમણે કારગીલમાં દેશને બચાવ્યો હતો પરંતુ પોતાની પત્નીને ન બચાવી શક્યો. 

સ્વાતિ માલીવાલને મણિપુર જવાની મંજૂરી ન મળી        

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ મણિપુર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે મણિપુર સરકારે તેને પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો છે. માલીવાલની મણિપુરની મુલાકાત 23 જુલાઈએ શેડ્યુલ કરવામાં આવી હતી અને તેઓ 30 જુલાઈ સુધી મણિપુરમાં જ રહેવાના હતા. ડીજીપીને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ રાજ્યની મુલાકાત લેવા માંગે છે અને એક ફેક્ટ-ફાઈન્ડિંગ રિપોર્ટ રજૂ કરવા માંગે છે. ગુરુવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો હતો

મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવા મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક સગીર સહિત છ આરોપી ઓની ધરપકડ કરવામાં આવી છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ મહિલાને ખેંચતો નજર આવ્યો હતો પોલીસે તેને પણ પકડી લીધો છે. આરોપી ઓને પકડવા માટે રાજ્યભરમાં પોલીસની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. હિંસાના ડરથી મિઝોરમમાંથી મૈતેઈ સમુદાયના લોકો પલાયન કરી રહ્યા છે.