મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ
ભારે વરસાદને કારણે સ્થિતિ સતત વણસી
મુંબઈમાં પણ ભારે વરસાદ
મુંબઈમાં યલો એલર્ટ જાહેર
મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સ્થિતિ સતત વણસી રહી છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં એટલો વરસાદ પડ્યો કે ભારે પાણી ભરાઈ ગયા. જેના કારણે અનેક મકાનો અને વાહનો અડધાથી વધુ ડૂબી ગયા છે. પહાડોથી મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ અને ઉત્તરાખંડમાં સ્થિતિ સૌથી ખરાબ છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં એટલો વરસાદ પડ્યો કે ભારે પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને કારણે ભિવંડીમાં પણ પાણી ભરાયા હતા, જેના કારણે કાર અડધી પાણીમાં ડૂબી ગઈ હતી.હવામાન વિભાગ એ રવિવારે પણ પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલ્રટ જારી કરી છે. હવામાન વિભાગે મુંબઈ (મુંબઈ વેધર)માં વિવિધ સ્થળોએ ભારે વરસાદ માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.
ઉત્તરાખંડના અરાકોટ માર્કેટ પાસે ભૂસ્ખલન
અરાકોટ-હિમાચલ પ્રદેશનો માર્ગ બંધ
વરસાદને કારણે જનજીવન પ્રભાવિત
ઉત્તરાખંડના અરાકોટ માર્કેટ પાસે મોટા ભૂસ્ખલનને કારણે અરાકોટ-હિમાચલ પ્રદેશનો માર્ગ બંધ થઈ ગયો છે. ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને મુસાફરોએ તેમની ગંગોત્રી-યમુનોત્રી યાત્રા મુલતવી રાખવવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જન જીવન પ્રભાવિત થયું છે. અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં ફસાયેલા નાગરિકોનું કરાયું રેસ્ક્યુ
તાત્કાલિક તમામ લોકોનું કરાયું રેસ્ક્યુ
જુનાગઢ મોતીબાગ વિસ્તારમાં ફસાયેલા 4 વ્યક્તિઓને બચાવી લેવાયા
NDRF એ સફળતાપૂર્વક કર્યું રેસ્ક્યુ
જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જુનાગઢ મોતીબાગ વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાહત બચાવ ની કામગીરી માટે NDRFની 6 ટીમે જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં ફસાયેલા લોકોનું સ્થળાંતર કર્યું હતું. જ્યારે આફત વચ્ચે ફસાયેલા 54 લોકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા
પ્રવાસીઓ હવે કુનોમાં ચિત્તા નહીં જોઈ શકે,વાંચો અહીં