કપિલ સિબ્બલે ટ્વિટ કરીને શું માંગ કરી,વાંચો અહીં

0
141

મણિપુર હિંસા અંગે  કપિલ સિબ્બલનું ટ્વિટ

મુખ્યમંત્રી એન બિરેન સિંહને બરતરફ કરવા કરી માગ

 મણિપુર હિંસામાં 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

કપિલ સિબ્બલે ટ્વિટ કરીને મણિપુરમાં શાંતિ સ્થાપવાનો રસ્તો બતાવ્યો છે. કપિલ સિબ્બલે શનિવારે કહ્યું હતું કે મણિપુરમાં આગળનો એકમાત્ર રસ્તો મુખ્યપ્રધાન એન બિરેન સિંહને બરતરફ કરવાનો અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો છે. ઉલ્લેખનીય છે કે, 3 મેના રોજ રાજ્યમાં જાતિય હિંસા ફાટી નીકળી હતી.ત્યારથી અત્યાર સુધીમાં 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. 3 મેના રોજ, મેઇટી સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું.એક ટ્વીટમાં સિબ્બલે કહ્યું, આગળનો એકમાત્ર રસ્તો: બિરેન સિંહને હટાવો; કલમ 356નો ઉપયોગ કરવો; આપણા દેશની મહિલાઓની માફી માંગીએ. સિબ્બલે કહ્યું, નિર્ભયા પછી કંઈ બદલાયું નથી. ઉન્નાવ, હાથરસ, કઠુઆ, બિલ્કીસ (દોષિતોને મુક્ત).બેટી બચાઓ પીએમજી

કલમ 356 મુજબ, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે જ્યારે એવી સ્થિતિ ઊભી થાય છે કે રાજ્યની સરકાર બંધારણની જોગવાઈઓ અનુસાર ચલાવી શકાતી નથી. મણિપુરમાં બુધવારે 4 મેનો વીડિયો વાયરલ થયા બાદ તણાવ વધી ગયો હતો, યુપીએ-1 અને યુપીએ-2 સરકારો દરમિયાન કેન્દ્રીય મંત્રી રહેલા સિબ્બલે ગયા વર્ષે મે મહિનામાં કોંગ્રેસ છોડી દીધી હતી અને સમાજવાદી પાર્ટીના સમર્થનથી સ્વતંત્ર સભ્ય તરીકે રાજ્યસભામાં ચૂંટાયા હતા. તેમણે તાજેતરમાં બિન-ચૂંટણીલક્ષી પ્લેટફોર્મ ‘ઇન્સાફ’ની રચના કરી, જેનો હેતુ અન્યાય સામે લડવાનો છે.

શનિવારેપ પણ હિંસા યથાવત

મણિપુરમાં ફરી હિંસા ભડકી

ઈમ્ફાલમાં મહિલાઓએ કર્યા રોડ બ્લોક

આર્મી-RAFના જવાનોએ સ્થિતિ કાબુમાં લીધી

મણિપુરમાં હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી .મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાના કેસમાં આજે પાંચમા આરોપીની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ દરમિયાન શનિવારે  ફરી રાજધાની ઇમ્ફાલમાં હિંસા ભડકી હતી. સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિને કાબુમાં લીધી હતી. રોડ પર સળગેલા ટાયર વગેરે પણ બુઝાવી દેવામાં આવ્યા હતા. દેખાવકારોને કાબૂમાં રાખવા માટે પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત રીતે વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ