Home Finance HDFC બેંકે સોમવારે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું

HDFC બેંકે સોમવારે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું

0
479

HDFC બેંકે સોમવારે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું

બેંક $100 બિલિયનના માર્કેટ કેપ સાથે બેંકોના વૈશ્વિક ક્લબમાં જોડાઈ

બેંકનું માર્કેટ કેપ વધીને 12.38 લાખ કરોડ થયું

HDFC બેંકે સોમવારે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ભારતના કોર્પોરેટ જગતનો સૌથી મોટો સોદો એટલે કે HDFC બેંક અને  HDFC લિમિટેડનું મર્જર પૂર્ણ થયું છે. મર્જર પછી ઉભરી આવેલી સંયુક્ત કંપનીના શેર બજારમાં લિસ્ટ થતાંની સાથે જ આ સોદો પૂર્ણ થયો હતો. આ સાથે જ ભારતમાં તેમજ વૈશ્વિક બેંકિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો.નવા શેરના લિસ્ટિંગ સાથે, HDFC બેન્ક વિશ્વની એવી કંપનીઓની પસંદગીની યાદીમાં સામેલ થઈ ગઈ છે કે જેની બજાર કિંમત $100 બિલિયનથી વધુ છે. સમાચાર અનુસાર, સોમવારના શરૂઆતના કારોબારમાં HDFC બેંકનું માર્કેટ કેપ વધીને લગભગ $151 બિલિયન એટલે કે 12.38 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

ટોપ-10માં ભારતનું પ્રથમ નામ

આ સાથે HDFC બેંક હવે મૂલ્યની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી બેંક અને વિશ્વની 7મી સૌથી મોટી બેંક બની ગઈ છે. બેંકિંગ જગતના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે વિશ્વની ટોચની 10 સૌથી મોટી બેંકોમાં ભારતનું નામ સામેલ થયું છે. આ યાદીમાં હજુ પણ અમેરિકા અને ચીનની બેંકોનું વર્ચસ્વ છે.

વિશ્વની સૌથી મોટી બેંક

મૂલ્યાંકન મુજબ, વિશ્વની સૌથી મોટી બેંક જેપી મોર્ગન ચેઝ છે, જેનું મૂલ્ય $438 બિલિયન છે. બેંક ઓફ અમેરિકા $232 બિલિયનના મૂલ્ય સાથે બીજા સ્થાને છે અને ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના $224 બિલિયન સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે એગ્રીકલ્ચર બેંક ઓફ ચાઈના $171 બિલિયન સાથે ચોથા ક્રમે, વેલ્સ ફાર્ગો $163 બિલિયન સાથે પાંચમા અને HSBC $160 બિલિયન સાથે છઠ્ઠા ક્રમે છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે