મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા વિરોધ
વિપક્ષે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
પૂર્વ મંત્રી યશોમતી ઠાકુર અને વર્ષા ગાયકવાડના નેતૃત્વમાં વિરોધ
મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા, વિપક્ષ કોંગ્રેસ અને મહા વિકાસ અઘાડી (MVA) ના ધારાસભ્યોએ સોમવારે રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, તેના પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયું છે. નરીમાન પોઈન્ટ ખાતેના વિધાન ભવન સંકુલમાં 4 ઓગસ્ટ સુધી ત્રણ સપ્તાહનું સત્ર ચાલશે.સોમવારે પૂર્વ મંત્રી યશોમતી ઠાકુર અને મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ વર્ષા ગાયકવાડના નેતૃત્વમાં ધારાસભ્યો વિધાન ભવનના પગથિયાં પર એકઠા થયા હતા. અહીં તેઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન, મહા વિકાસ આઘાડીના ધારાસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર વિવિધ મુદ્દાઓને લઈને રાજ્ય સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) તરફથી માત્ર અંબાદાસ દાનવે જ હાજર હતા. જ્યારે શરદ પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) કેમ્પના કોઈપણ ધારાસભ્ય વિરોધ દરમિયાન હાજર ન હતા.
દરમિયાન, શિવસેના (UBT), કોંગ્રેસ અને NCP (શરદ પવાર જૂથ) સહિત વિપક્ષે રવિવારે રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ મહારાષ્ટ્ર સરકાર દ્વારા આયોજિત પરંપરાગત ચા પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે આ સરકાર કલંકિત, ગેરબંધારણીય છે, તેથી વિપક્ષને તેમની સાથે ચા પીવામાં કોઈ રસ નથી.
દાનવેએ આરોપ લગાવ્યો કે સરકારે વિપક્ષ પર દબાણ લાવવા અને તેમને સરકારમાં લાવવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાની નીતિ અપનાવી છે. તેમણે કહ્યું કે આપણે મહારાષ્ટ્રમાં લોકશાહીનું ભયાનક ચિત્ર જોઈ રહ્યા છીએ કારણ કે ઘણા બંધારણીય ધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પોતે ગેરલાયક ઠરે છે.
ચોમાસુ સત્રમાં વિપક્ષ આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી છે
– ખેડૂતોની સમસ્યાઓ
સમૃદ્ધિ હાઇવેના નિર્માણમાં ભ્રષ્ટાચારનો મુદ્દો
– મંત્રીઓનો ભ્રષ્ટાચાર
વાંચો અહીં હિમાચલપ્રદેશમાં વરાસાદે તબાહી મચાવી,કુલ્લુમાં વાદળ ફાટ્યું