જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આંતકવાદી સંગઠનના પાચ વર્કરોની કરી ધરપકડ – જાણો સમગ્ર ઓપરેશન

0
175
આતંવાદીઓને શોધતી સેના
આતંવાદીઓને શોધતી સેના

મ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઓ સતત ષડયંત્રો રચી રહ્યા છે, ત્યારે સેના અને સુરક્ષાદળ સતત તેમના ઘાતક મનસુબાઓને નાકામ કરી રહ્યા છે, ત્યારે ફરી એક વાર આતંકવાદી ઓના ષડયંત્રને સેના એ ખુલ્લો પાડ્યો છે, જમ્મુ કાશ્મીરમા સેના અને સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સેના અને સુરક્ષા દળોએ બુધવારે લશ્કર-એ-તૈયબાના પાંચ ઓવરગ્રાઉન્ડ વર્કરોની ધરપકડ કરી છે. જેઓ બડગામ જિલ્લામાં આતંકવાદી હિંસા ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. તેમના કબજામાંથી હથિયારો અને અન્ય કેટલીક વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. સાથે આ વર્કરો આતંકવાદી ઓની મદદ કરતા હોવાના પુરાવા મળ્યા છે

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, પોલીસને પોતાના તંત્ર દ્વારા ખબર પડી છે કે આંતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ બડગામના ખાગ વિસ્તારમાં તેના ઓવરગ્રાઉન્ડ વર્કરોનું નવું મોડ્યુલ તૈયાર કર્યું છે. આ મોડ્યુલ બડગામ જિલ્લાના વિવિધ ભાગોમાં સુરક્ષા દળો અને કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ પર હુમલો કરવાની યોજના તૈયાર કરી રહ્યું છે.પોલીસે આ આંતકવાદી મોડ્યુલને પકડવા માટે તેમના બાતમીદારોને સક્રિય કર્યા અને મોડ્યુલમાં સામેલ પાંચ ઓવરગ્રાઉન્ડ વર્કરોની ઓળખ કરી. ત્યારબાદ પોલીસે સેનાના 62 આરઆરના જવાનો સાથે મળીને તમામને પકડવા અભિયાન ચલાવ્યું.

આ અભિયાન મંગળવારે સાંજે શરૂ થયું હતું અને આજે સવારે પૂરું થયું હતું.પકડાયેલા પાંચ ઓવરગ્રાઉન્ડ વર્કરોની ઓળખ રૌઉફ અહમદ વાની,હિલાલ અહમદ મલિક, તૌફીક અહમદ દાર, દાનિશ અહમદ દાર અને શૌકત અલી દાર તરીકે થઈ છે. આ પાંચના કહેવા પ્રમાણે પોલીસે હથિયારો અને અન્ય સાધનોનો જથ્થો પણ કબજે કર્યો છે. બારામુલ્લા અને બડગામમાં કાર્યરત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ઓ ઉપરાંત તેઓ ગુલામ કાશ્મીરમાં બેઠેલા આતંકવાદી નેતાઓના પણ સતત સંપર્કમાં હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે આ તમામની પૂછપરછ ચાલી રહી છે. 

મ્મુ કાશ્મીરમાં આતંકવાદી ઓ સતત ષડયંત્રો રચી રહ્યા છે, ત્યારે સેના અને સુરક્ષાદળ સતત તેમના ઘાતક મનસુબાઓને નાકામ કરી રહ્યા છે, ત્યારે ફરી એક વાર આતંકવાદી ઓના ષડયંત્રને સેનાએ ખુલ્લો પાડ્યો છે, જમ્મુ કાશ્મીરમા જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. પોલીસે બુધવારે લશ્કર-એ-તૈયબાના પાંચ ઓવરગ્રાઉન્ડ વર્કરોની ધરપકડ કરી છે. જેઓ બડગામ જિલ્લામાં આતંકવાદી હિંસા ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. તેમના કબજામાંથી હથિયારો અને અન્ય કેટલીક વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે. સાથે આ વર્કરો આતંકવાદી ઓની મદદ કરતા હોવાના પુરાવા મળ્યા છે