મોદી સરનેમ કેસ
ધારાસભ્ય પૂર્ણેશ મોદી પહોંચ્યા સુપ્રીમ કોર્ટ
પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી
પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી .ગુજરાતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરીને તેમને સજા અપાવનાર ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. તેમણે મોદી સરનેમ કેસમાંકેવિયેટ દાખલ કરી છે જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધીની અપીલ પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત હાઈકોર્ટે કડક ટીપ્પણી કરી હતી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી હતી. આકરી ટિપ્પણીઓ પણ કરી હતી. જસ્ટિસ હેમંત પ્રચાકે કહ્યું હતું કે રાહુલ વિરુદ્ધ ઓછામાં ઓછા 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે. હાલના કેસ બાદ પણ તેમની સામે અન્ય કેટલાક કેસ પણ નોંધાયા હતા. આવો જ એક કેસ વીર સાવરકરના પૌત્રે નોંધાવ્યો છે. ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે દોષિત ઠેરવવાથી કોઈ અન્યાય થશે નહીં. અગાઉ પસાર થયેલા આદેશમાં દખલ કરવાની જરૂર નથી. તેથી અરજી ફગાવી દેવામાં આવે છે.
કેવિયેટ પિટિશન શું છે?
કેવિયેટ પિટિશન એક પ્રકારનો બચાવ છે જેથી કોર્ટ કોઈપણ કેસમાં એકતરફી નિર્ણય ન આપે. સિવિલ પ્રોસિજર કોડની કલમ 148(A) હેઠળ કેવિયેટ પિટિશન દાખલ કરવામાં આવી છે. જો પક્ષકાર હાજર ન થાય, તો અદાલત એવા પક્ષકારને એક પક્ષીય કરીને પોતાનો નિર્ણય સંભળાવે છે. સરળ શબ્દોમાં સમજાવીએ તો, કેવીટ અરજીમાં પક્ષકાર વિનંતિ કરે છે કે તેની રજૂઆત સાંભળ્યા વિના કોર્ટ ચુકાદો ન આપે
શું છે માનહાનિ કેસ ?
માર્ચમાં, સુરતની અદાલતે તેમને 2019 માં મોદી અટક પર રાહુલ ગાંધી દ્વારા કરેલી ટિપ્પણીના સંબંધમાં કલમ 504 હેઠળ બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પછી રાહુલની લોકસભાની સદસ્યતા પણ જતી રહી. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ ‘ મોદી સરનેમ અંગે ટિપ્પણી કરી હતી. જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
વાંચો અહીં ચંદ્રયાન 3ના પ્રક્ષેપણની તૈયારીઓને આખરી ઓપ