વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાના વારંગલની મુલાકાતે
વડાપ્રધાને 6,100 કરોડના માળખાકીય વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
વડાપ્રધાને ભદ્રકાલી મંદિરમાં પ્રાર્થના કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાના વારંગલની મુલાકાતે છે. સવારે તેલંગાણાના વારંગલ પહોંચ્યા બાદ તેમણે ભદ્રકાલી મંદિરમાં પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેમણે રાજ્ય માટે આશરે રૂ. 6,100 કરોડના માળખાકીય વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ પીએમ મોદી જનસભાને સંબોધિત કરી હતી આ વર્ષે પીએમ મોદીની ચૂંટણીલક્ષી રાજ્ય તેલંગાણાની આ ત્રીજી મુલાકાત છે. આ પહેલા તેઓ જાન્યુઆરી-એપ્રિલમાં તેલંગાણાની મુલાકાતે પણ ગયા હતા.
તેલંગાણાને કયા પ્રોજેક્ટ્સ સોંપવામાં આવ્યા?
PM એ તેલંગાણામાં રૂ. 500 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર રેલવે વેગન ઉત્પાદન એકમ કાઝીપેટનો શિલાન્યાસ કર્યો. દરમિયાન, તેલંગાણા પોલીસે વારંગલમાં પીએમ મોદીની જાહેર સભા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. વારંગલના પોલીસ કમિશનર એ.વી. રંગનાથે જણાવ્યું કે, સુરક્ષા વ્યવસ્થા માટે 3500થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.વડાપ્રધાને જાહેર સભા સંબોધિ હતી અને જણાવ્યું હતું કે આજે જ્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક શક્તિ બની ગયું છે ત્યારે તેમાં પણ તેલંગાણાના લોકોની મોટી ભૂમિકા છે. આવી સ્થિતિમાં જ્યારે સમગ્ર વિશ્વ ભારતમાં રોકાણ કરવા આવી રહ્યું છે ત્યારે તેલંગાણાની સામે તકો છે.વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આજનો ભારત નવું ભારત છે. ઘણી બધી ઉર્જાથી ભરપૂર. 21મી સદીના આ ત્રીજા દાયકામાં એક સુવર્ણકાળ આપણી સામે આવ્યો છે. આપણે આ તકની દરેક ક્ષણનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. ઝડપી વિકાસની સંભાવનામાં દેશનો કોઈ ખૂણો પાછળ ન રહેવો જોઈએ.વડાપ્રધાને કહ્યું નવા ધ્યેય માટે નવા રસ્તાઓ પણ બનાવવા પડે છે. જૂના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારતનો ઝડપી વિકાસ શક્ય ન હતો… એટલા માટે અમારી સરકાર પહેલા કરતા વધુ ઝડપ અને સ્કેલ પર કામ કરી રહી છે. આજે તમામ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અનેકગણી ઝડપથી કામ થઈ રહ્યું છે.
વાંચો અહીં સુપ્રીમ કોર્ટે રોડ સેફ્ટીની અરજી પર સુનાવણી કરવાનો કર્યો ઈન્કાર