લોકસભા ચૂંટણી માં નીતિન પટેલ  અને મનસુખ માંડવિયાને શુ મળી જવાબદારી ! સહપ્રભારી બનીને શુ કરશે નેતાઓ

0
189
ચૂંટણી સહપ્રભારી
ચૂંટણી સહપ્રભારી

લોકસભા ચૂંટણી ની તૈયારીઓ વચ્ચે ભાજપે ચાર રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારી ઓની નિમણૂંક કરી દીધી છે. આ સાથે જ ગુજરાતના કદાવર નેતા નીતિન પટેલ અને મનસુખ માંડવિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં ચૂંટણી પ્રભારી અને સહપ્રભારી ઓની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા છત્તીસગઢના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે નીતિન પટેલને રાજસ્થાનના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે.નિતીન પટેલ છેલ્લા ઘણા સમયથી કોઇ પણ જવાબદારી વગર હતા,,હવે તેમને રાજસ્થાનમા ચૂંટણી સહ પ્રભારી બનાવીને રાષ્ટ્રિય રાજનીતિમાં કાર્યરત કરાયા છે, સાથે ગુજરાતના પુર્વ સીએમ વિજય રુપાણી પંજાબના પ્રભારી છે,

આગામી વિધાનસભાની ચૂંટણી રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં આવનારી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્ર અધ્યક્ષ જેપી નડ્ડાએ ચાર રાજ્યોમાં પ્રભારીઓ ની નિમણૂંક કરી છે.ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષે 4 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેના ચૂંટણી પ્રભારી ઓની નિમણૂક કરી દીધી છે. આ ક્રમમાં ભાજપે રાજસ્થાનમાં પ્રહલાદ જોશીને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે નીતિન પટેલ અને કુલદીપ બિશ્નોઈને સહ- પ્રભારી બનાવવામાં આવ્યા છે. બીજી બાજુ ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રભારીની કમાન સોંપવામાં આવી છે. આ સાથે અશ્વની વૈષ્ણવને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.

ઓમપ્રકાશ માથુરને છત્તીસગઢમાં ચૂંટણી પ્રભારી અને મનસુખ માંડવિયાને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે અને તેલંગાણામાં પ્રકાશ જાવડેકરને ચૂંટણી પ્રભારી અને સુનિલ બંસલને ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે.

દેશમા આગામી પાચ મહિનામાં ચાર રાજ્યોની ચૂંટણી છે,જેમાં રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તિસગઢ અને તેલંગાનાનો સમાવેશ થાય છે,,ત્યારે ભાજપે આ રાજ્યોમાં ચૂંટણી પ્રભારીઓની નિમણુક કરી છે, જેમાં રાજસ્થાનમાં ચૂંટણી પ્રદેશ પ્રભારી તરીકે પ્રહલાદ જોશી તો સહપ્રભારી તરીકે ગુજરાતના પુર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને કુલદિપ વિશ્નોઇને જવાબદારી સોપાઇ છે ,છત્તિસગઢમાં ઓમમાથુરને ચૂટણી પ્રભારી તો આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને સહ પ્રભારી તરીકે જવાબદારી સોપાઇ છે, મધ્ય પ્રદેશ માટે ભુપેન્દ્ર યાદવે ચૂંટણી પ્રભારી , તો સહ પ્રભારી તરીકે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને જવાબદારી સોપાઇ છે, જ્યારે તેલંગાનાની વાત કરીએ તો  પ્રકાશ જાવડેકરને ચૂંટણી પ્રભારી તો સહ પ્રભારી તરીકે સુનિલ બંસલને જવાબદારી સોપાઇ છે,