ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે પણ આ દારૂબંધીના ક્યારેક ધજાગરા પણ ઉડતા જોવા મળે છે. પણ આજે વાત કરીશું આલ્કોહોલ માનવ શરીરને કેટલું નુકશાન કારક છે અને કદાચ આ લેખ વાંચ્યા પછી તમને અંદાજ આવશે કે દારૂ એટલેકે આલ્કોહોલ માનવ શરીર મહત્વના અંગ અને તેમાં પણ લીવરને કેટલું નુકશાન પહોંચાડે છે. જાણકારોના મત મુજબ જે લોકો દરરોજ આલ્કોહોલનું સેવન કરે છે તેના લીવરને ચોક્કસ અસર થાય છે . પણ આ અસર લીવર પર જ કેમ થાય છે તે જાણવું જરૂરી છે. લીવર માનવ શરીરનું મહત્વનું અંગ છે. જો લીવર ખરાબ થાય તો અનેક પ્રકારના રોગને અમંત્ર મળે છે. જે લોકો દારૂનું સેવન રોજ કરે છે તેમને ફેટી લીવરની સમસ્યા વધતી હોય છે. અને ચોંકાવનારા તારણો પ્રમાણે ભારતમાં અને ભારતના પાડોશી દેશોમાં વસતા લોકોમાં આ સમસ્યા સૌથી વધારે જોવા મળી રહી છે. કેટલાક લોકો એવું વિચારે છેકે આલ્કોહોલનું સામાન્ય સેવન કોઈ નુકશાન નહિ કરે પણ આ માન્યતા સાવ ખોટી છે. અલ્કોહોલની પહેલી ચૂસકી જ તેની ખતરનાક અસર દેખાડવાનું શરુ કરેછે .
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનૈઝેશન WHOના જણાવ્યા પ્રમાણે આલ્કોહોલ પેટમાં પહોંચે તરતજ તેની હાજરી બતાવવાનું શરુ કરે છે. અને ગેસ્ટ્રીક એસીડ ઉત્પન્ન કરે છે. જેનાથી પેટમાં સોજાની શક્યતા વધે છે. આંતરડા આલ્કોહોલને શોષી લેછે . પણ ત્યાર પછી તે લીવર સુધી પહોંચે છે. લીવર પોતાની મેળે જ આલ્કોહોલનો નાશ કરે છે. પરંતુ લીવર તેના તત્વોને નષ્ટ કરતુ નથી. તેથી આલ્કોહોલનો નશો મગજ સુધી પહોંચે છે.
લીવરનું કામ શરીરની ગંદકીને નષ્ટ કરવાનું છે. પરંતુ આલ્કોહોલ દરરોજ શરીરમાં પ્રવેશે તો લીવરને સીધુજ નુકશાન પહોંચાડે છે. અને લીવરમાં ચરબી વધારે છે. ત્યારે ફેટી લીવર, લીવર સીરોસીસ,અને ત્યાર બાદ લીવર કેન્સર અથવા લીવરને ફેઈલ કરે છે.
આ પ્રમાણે તજજ્ઞ તબીબોના કહેવા અનુસાર આલ્કોહોલ ચોક્કસ માનવ શરીરને નુકશાન કર્તા છે. તેમાં પણ જે વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે તે વિસ્તારના દેશી દારૂના બંધાણીઓને આ દેશીદારૂ તરતજ ઉંમરમાં નાની વયમાં જ માનવને અસર કરેછે અને શરીરના મહત્વના અંગ લીવર ,હર્દય, આંતરડા , ફેફસાને નુકશાન પહોંચાડે છે . એટલેક કહેવાય છેકે દારૂને માનવી નથી પીતો, દારૂ માનવીને પીવે છે.