લાલુ યાદવના પરિવારની વધી મુશ્કેલી-નોકરીના બદલાના કથિત રીતે જમીન લેવાના કેસમાં સીબીઆઇ કરી ચાર્જશીટ

0
182
સીબીઆઇ ચાર્જશીટ
સીબીઆઇ ચાર્જશીટ

સીબીઆઇ એ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ પરિવાર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી છે, જેમાં કથિત રીતે નોકરીના બદલે જમીન આપવાનો મામલો છે, તમને જણાવી દઇએ કે આ કાર્યવાહીને રાજનીતિથી પ્રેરીત ગણાવવામા આવી રહ્યા છે ત્યારે બિહારની રાજનીતિમાં ઉલટ ફેર થવાની સંભાવાન ગણાવામાં આવી રહી છે સીબીઆઇ એ  જમીનના બદલે નોકરી આપવાના કૌભાંડમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને કંપનીઓ સહિત અન્ય ઘણા લોકોના નામ આરોપી તરીકે સામેલ છે. આ કૌભાંડ સાથે સંબંધિત કેસમાં પૂર્વ કેન્દ્રીય રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને અન્ય ઘણા લોકો સામે ચાર્જશીટ ફાઈલ કરાઈ છે. ત્યારે સીબીઆઇ ની આ કાર્યવાહીને મોટી  ગણવામા આવે છે

સીબીઆઇએ કોર્ટને શુ કહ્યું

સીબીઆઇ એ કોર્ટને જણાવ્યું છે કે, આ કૌભાંડ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. આ એક અલગ કેસ હોવાથી નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આમાં જુદી રીતે જ કથિત કૌભાંડ કરાયું છે. આ મામલો તે સમયનો છે જ્યારે લાલુ પ્રસાદ યાદવ 2004-09 દરમિયાન યુપીએ-1 સરકારમાં રેલ્વે મંત્રી હતા. એવા આરોપો છે કે, તે સમયે ભારતીય રેલ્વેના જુદા જુદા ઝોનમાં ગ્રુપ-ડી પોસ્ટ પર લોકોની નિમણૂક કરાઈ હતી અને નોકરીના બદલામાં તેઓએ તેમની જમીન યાદવ પરિવારના સભ્યો અને લાભાર્થી કંપની ‘એકે ઈન્ફોસિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ’ ટ્રાન્સફર કરી હતી.

સીબીઆઇ બાદ ઈડીએ પણ કરી હતી કાર્યવાહી

આ કૌભાંડ કેસમાં સીબીઆઇ એ પૂર્વ રેલ્વે મંત્રી લાલુ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીની પૂછપરછ કરી હતી. તે સમયે આ કૌભાંડ સામે આવ્યા બાદ EDએ દરોડા પાડ્યા હતા. મળતા અહેવાલો મુજબ આ મામલે EDને કાવતરામાં વપરાયેલ રૂ.600 કરોડના ટ્રાન્ઝેક્શનની જાણકારી મળી હતી. જેમાં આવક કરતા વધુ રોકડ મળી આવી છે. આ કેસમાં EDએ તેજસ્વી યાદવ અને તેની બહેન મીસા ભારતીની પૂછપરછ કરી ચુકી છે.

લાલુ યાદવના પરિવારની વધી મુશ્કેલી-નોકરીના બદલાના કથિત રીતે જમીન લેવાના કેસમાં સીબીઆઇ કરી ચાર્જશીટ.બિહારની રાજનીતિમાં અસરકાર થઇ શકે છે