અમદાવાદ માં રિવરફ્રન્ટ ખાતે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રુઝનું નવું નજરાણું શરૂ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા તેનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું. હવે અમદાવાદ તેમાં ફ્લોટિંગ રેસ્ટોરંટ જોવા મળશે, અમદાવાદીઓને ફ્લોટિંગ રેસ્ટોરંટ જોવા માટે ગોવા જવાની જરુર નથી,ક્રુઝની મજા તેઓ અમદાવાદ સાબરમતી નદીમા લઇ શકે છે, તો જાણીએ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં શુ છે ખાસીયતો અને ક્રુઝની સફર તમને કેટલામાં પડશે, અમદાવાદ માં વધુ એક નજરાણું ઉમેરાયુ છે, અમદાવાદ હવે ટુરિઝમ માટે પણ પ્રખ્યાત બનશે,
કોર્પોરેશન દ્વારા જેની લાંબા સમયથી વાત કરવામાં આવતી હતી તે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ આખરે રવિવારે શરૂ કરવામાં આવી૧૫ કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ કૃઝ માં એક સાથે ૧૫૦ લોકો મુસાફરી કરી શકશે… સાબરમતી નદીમાં બોટિંગ કરતા ભોજન ની મજા માણી શકાશે.. દોઢ કલાકની આ સફર દરમિયાન લાઇવ મ્યુઝિક પણ મનોરંજન આપશે.જોકે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ની મજા માણવા માટે તમારે 1800 થી 2000 રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. લંચના એક વ્યક્તિના 1800 રૂપિયા જ્યારે ડિનરના પ્રતિ વ્યક્તિ 2000 નક્કી કરવામાં આવ્યા છે..ડિનર ટાઇમ ૧૨ થી ૩.૧૫ સુધી અને લંચ નો ટાઈમ સાંજે 07:00 થી 10.૩૦ સુધીનો રહેશે.. ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં વિવિધ પ્રકારની ગુજરાતી,જૈન સ્વામી નારાયણ વાનગીઓ પીરસવામાં આવશે.
ઈ લોકાર્પણ કર્યા બાદ અમિત શાહ એ જણાવ્યું હતું કે અમદાવાદ ને નવું નજરાણું મળ્યું છે..૧૯૭૮માં અમદાવાદ રહેવા આવ્યો ત્યારે સાબરમતી નદી નું એટલું આકર્ષણ નાં હતું રિવરફ્રન્ટ બન્યા બાદ તે ટુરિઝમ નું કેન્દ્ર બન્યું છ: લોકો morning વોક કરે છે..વિવિધ એક્ટિવીતી થાય છે ભારત ની પહેલી મેક ઈન ઈન્ડિયા Cruz છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓને પણ આકરોજમાં બેસી ભોજન લેવાની ઈચ્છા છે અને જ્યારે તેઓ અમદાવાદ આવશે ત્યારે તેઓ આ ઈચ્છા પૂર્ણ કરશે.
અમદાવાદ ના ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ની વિશેષતાની વાત કરવામાં આવે તો મેક ઈન ઈન્ડિયા ના નેજા હેઠળ ભારતમાંજ બનેલ પહેલી પેસેન્જર કેટામરીન ક્રુજ.
-બે પ્રોપલ્શન એન્જીન તથા બે જનરેટર.
-૩૦ મીટર લંબાઈ તથા લોઅર અપર ડેક
-૧૫૦+૧૫ ક્રુ મેમ્બસઁ ની કેપેસીટી
-ત્રણ વોશરુમ
-સેફટી ફિચર્સ-ની વાત કરીએ તો
-૧૮૦ લાઈફ સેફટી જેકેટ
-૧૨ તરાપા
-ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર એલાર્મ સિસ્ટમ સાથે, સ્મોક ડિટેક્ટર, પોર્ટેબલ અગ્નિશામક આગ સંબંધિત સલામતી માટે સ્થાપિત ફાયર સેફટી અને ફાયર પંપ ની ઈનબિલ્ટ વ્યવસ્થા.
-કોઈપણ કટોકટીની કાળજી લેવા માટે -ઈમરજન્સી રેસ્ક્યુ બોટ દરેક સમયે – સ્ટેન્ડબાય ઉપલબ્ધ ઈમરજન્સી રેસ્કયુ બોટની વ્યવસ્થા.
-6 નંગ – કટોકટીમાં ઉપયોગ કરવા માટે રિંગ બોય્સ.
-ક્રુઝમાં પાવર ફેલ થવાના કિસ્સામાં બેટરી પર ચાલતી ઈમરજન્સી લાઈટો ઉપલબ્ધ.
આમ અમદાવાદ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે પ્લોટીંગ કમ રેસ્ટોરન્ટ શરૂ તો કરવામાં આવ્યું છે પરંતુ તેને કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું કારણ કે ભૂતકાળમાં અનેક આકર્ષણ પર ઉભા કરવામાં આવ્યા હતા જેમાંથી કેટલાય બંધ થઈ ગયા છે.