જાણો છો ? “બારે મેઘ ખાંગા” એટલે શું ? વાંચો વરસાદના પ્રકાર

0
324

દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે ચોમાસામાં બારે મેઘ ખાંગા શબ્દ વારંવાર વાંચવા કે સાંભળવા મળે છે . પણ શું તમે જાણો છે બારે મેઘ ખાંગા એટલે શું ? રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ યથાવત છે અને રાજ્યના દરેક તાલુકાઓમાં મેઘરાજાએ પધરામણી કરી છે . હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસું બેસતાની સાથે જ વરસાદી માહોલ બરાબર જામ્યો છે.. છેલ્લા 8 કલાકમાં સમગ્ર રાજ્યના 133 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે . તાપીજીલ્લા માં સર્વત્ર મેઘમહેર થઈ રહી છે. તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુન્ડા તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો . દક્ષીણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મહેરબાન છે અને તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

જાણો છો ? "બારે મેઘ ખાંગા" એટલે શું ? વાંચો વરસાદના પ્રકાર

જયારે પણ વરસાદ વરસે ત્યારે લોકવાયકા પ્રમાણે અલગ અલગ પ્રકારના વરસાદના નામ છે અને ભારે વરસાદ હોય તો શું કહેવાય તે પણ જાણવું જરૂરી છે.

ના પ્રકાર

આવો જાણીએ મેઘના 12 પ્રકાર

1-ફરફર -માત્ર રુંવાડા ભીના થાય એવો વરસાદ

2-ફોરાં-છાંટા કરતા વધારે જમીન પર પડતું ટીપું એકાદ ઇંચ જેટલી જગ્યાને ભીની કરે તેવો વરસાદ

3-છાંટા -ફરફર કરતા વધુ પણ પ્રમાણમાં ઓછો વરસાદ

4-કરા -ફોરાં કરતા મોટા ટીપા જે બરફ સ્વરૂપે વરસે

5- પછેડી વા – પછેડી હોય તો રક્ષણ મળે તેવો મેઘ એટલે કે વરસાદ

6-નેવાધાર-ઘરના નળિયા સંતૃપ્ત થાય અને પછી ટપકે તેવો વરસાદ

7-મોલ – ખેતરમાં પાકને જીવતદાન મળે એટલો વરસેલો વરસાદ

8- અનરાધાર – છાંટા કે ફોરાં એકબીજાને અડીજાય અને જાણે ધાર પડતી હોય તેવો મેઘ

9-મુશળધાર અથવા સુપડાધાર -બે ચાર ધાર એકસાથે વરસતી હોય તેવું લાગે અથવા સુપડામાંથી પાણી પડે તેવો અહેસાસ થાય તેવો વરસાદ

10-ઢેફા ભાગ -ખેડેલા ખેતરોના માટીના ઢેફા ભાંગીને પાણીમાં તરબોળ થાય ત્યારે ઢેફા ભાંગ વરસાદ કહેવાય છે.

11-પાણ- ખેતરના ક્યારાઓ વરસાદી પાણીથી ભરાઈ જાય , પાણી જમીનમાં ઉત્ર૫એ અને કુવાઓ અને તળાવના તળ ઊંચા લાવે તેવો વરસાદ

12-હેલી – ઉપર બતાવ્યા પ્રમાણે 11 પ્રકારના વરસાદનું મિશ્રણ સતત વરસ્યા કરે અને એકાદ અઠવાડિયા સુધી કોઈ પણ વરસાદ સતત વરસે તેને હેલી કહેવાય

અને વાંચક મિત્રો ઉપર જણાવ્યા પ્રમાણેના બારેય પ્રકારના મેઘ એકસાથે વરસે તેને “બારે મેઘ ખાંગા ” કહેવાય

દર્શક મિત્રો વરસાદના અલગ અલગ પ્રકારની માહિતી કેવી લાગી ? વરસાદની સતત અપડેટ માટે જોતા રહો વી.આર.લાઇવ