ઈન્ફોસીસને ડેન્માર્કની ડેન્સક બેંક પાસેથી મળી ડીલ
37 અબજની ડીલ મળી
1400 કર્મચારીઓની ભરતી થશે
ઇન્ફોસિસને ડેન્માર્કની ડેન્સકે બેંક પાસેથી 450 મિલિયન ડોલર અથવા લગભગ રૂ. 36 અબજ 88 કરોડમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. ભારતના 245 બિલિયન ડોલરના આઇટી સર્વિસ ઉદ્યોગ માટે યુરોપ તારણહાર તરીકે ઉભરી આવ્યું છે, જે યુ.એસ.માં ચાલી રહેલી મંદી જેવી સ્થિતિથી પ્રભાવિત છે.ડેન્સકે બેંકની IT કામગીરીમાં પરિવર્તન લાવવા માટે AI સેવાઓનો થશે ઉપયોગ કરશેસોમવારે શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર, આ પાંચ વર્ષની આ ડીલ હેઠળ ભારતીય આઈટી કંપની ભારતમાં ડેનિશ બેંકના આઈટી સેન્ટરને હસ્તગત કરશે અને તેના 1,400 કર્મચારીઓને ઉમેરશે. ડેન્સકે બેંકની આઇટી કામગીરીને વૈશ્વિક સ્તરે પરિવર્તિત કરવા માટે કંપની તાજેતરમાં લોન્ચ કરેલ જનરેટિવ AI સેવાઓનો ઇન્ફોસીસ ટોપાઝ ઉપયોગ કરશે
આ ટ્રાન્ઝેક્શન સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે
ઈન્ફોસિસને અપેક્ષા છે કે સપ્ટેમ્બરના અંત પહેલા ટ્રાન્ઝેક્શન બંધ થઈ જશે. ઇન્ફોસિસના સીઇઓ સલિલ પારેખે શેરબજારને ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “ઇન્ફોસિસ તેના મુખ્ય વ્યવસાયને વધુ ડિજિટલ, ક્લાઉડ અને ડેટા ક્ષમતાઓ સાથે મજબૂત કરવા માટે ડેન્સકે બેંક સાથે જોડાણ કરશે.” ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેના ગ્રાહકો માટે વધુ મૂલ્ય ઉભું કરવામાં મદદ કરશે. તો બીજી તરફ ઈન્ફોસિસ કંપનીને તો લાભ થશે સાથે નવી રોજગારીની તકોનું પણ ઈન્ફોસીસમાં સર્જન થશે. ઈન્ફોસીસમાં જે 1400 કર્મચારીઓ ઉમેરાશે તેમને નાણાકીય લાભની સાથે એઆઈ અંગે પણ શીખવા મળશે .આથી આ ડીલ ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
વાંચો અહીં કોંગ્રેસ નેતા ચિદ્મબરમે કર્યા પ્રહાર