આશ્ચર્ય ! અહી જોવા મળ્યા પીળા દેડકા

0
237

વરસાદનું આગમન થાય અને ડ્રાઉં ડ્રાઉં સાંભળવા મળે. દેડકાઓ મેઘરાજાની સવારીની સાથેજ જાણે ધરતી પર આવી પહોંચે અને પોતાનું અસ્તિત્વ છે તેમ જણાવવાનો પ્રયત્ન માનવ જતી સમક્ષ કરતા હોય છે. દરેકે દેડકા તો જોયા હશે પરંતુ ક્યારેય પીળા રંગના દેડકા જોવા મળે તો આશ્ચર્ય તો થવાય જ .

દેડકા

ગુજરાતના આણંદ શહેરમાં ઉમરી નગર વિસ્તારમાં પીળા રંગના ચમકતા દેડકા જોવા મળતા લોકોમાં કુતુહલ થયું હતું. બાળકો પણ જાણે પીળા રંગના દેડકા જોવા તળાવ કાંઠે ઉમટી પડ્યા હતા. પીળા રંગના દેડકા જોવા મળતા સ્થાનીકોમાં અચરજ જોવા મળ્યું. મળતી માહિતી પ્રમાણે સામાન્ય રીતે માદા દેડકા પીળા રંગમાં જોવા મળતા હોય છે પરંતુ પ્રથમવાર નર દેડકા પીળા ચળકતા રંગમાં જોવા મળ્યા હતા.

દેડકા1

આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

જાણકારોના કહેવા મુજબ ચોમાસાની સાથેજ દેડકાઓનો સંવવન કાળ શરૂ થતો હોય છે. અને નર દેડકા દેડકીને આકર્ષિત કરવા બહાર નીકતા હોય છે . ગુજરાતમાં હાલ મેઘરાજાની સવારી ધમાકેદાર આવી પહોંચી છે અને દરેક જગ્યાએ દેડકાના ડ્રાઉં ડ્રાઉં અને મોરના ટહુંકા સાંભળવા મળે છે.

રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું શરુ થયું છે . દક્ષીણ ગુજરાત સહિત રાજ્યના 94 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘ મહેર થઇ છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાજ્યમાં ચોમાસાની વિધિવત જાહેરાત થઇ ચુકી છે અને ખેડૂતોએ વાવણી શરુ કરી દીધી છે. બિપોર જોય વાવાઝોડાની અસરને કારણે આગાહી કરતા દસ દિવસ દેશભરમાં ચોમાસું મોડું શરુ થયું છે પરંતુ મોટાભાગના રાજ્યોમાં દક્ષીણ પશ્ચિમ ચોમાસું જમ્મુ કાશ્મીર થી લઈને કેરાલા સુધીના રાજ્યોમાં શરુ થઇ ચુક્યું છે.

મધ્ય ગુજરાતમાં કડાકા_ભડકા સાથે વરસાદ વરસ્યો હતો. પાવાગઢમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગોધરામાં અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા જોવા મળી હતી. ચોમાસું ક્યારે આવશે તે આતુરતા વચ્ચે અમદાવાદમાં બે દિવસથી ભેજ સાથે વાતાવરણમાં બફારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ની સવારી આવી શકે છે. સાથેજ ભારતભર માં ચોમાસું આગળ વધી રહ્યું છે તે જોતા લગભગ દક્ષીણ ભારત, અસમ નોર્થ ઇસ્ટ અને હિમાચલ પ્રદેશ, સહિત જમ્મુ કાશ્મીરમાં ચોમાસું દસ્તક આપી રહ્યું છે.

1

આ રાઉન્ડમાં 70-80 ટકા વિસ્તારમાં વરસાદની આશા રાખી શકાય.બીપરજોય વાવાઝોડામાં જે લોકોને વરસાદનો સૌથી ઓછી લાભ મળ્યો હતો તેવા વિસ્તારમાં આ રાઉન્ડમાં સૌથી વધુ લાભ મળશે એટલે કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ.જેવા વિસ્તારમાં સૌથી વધુ અસર રહેશે તથા સૌરાષ્ટ્ર દરિયાકાંઠા ના વિસ્તારમાં પણ સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત માં તો 27-30 માં ભારે થી અતિભારે વરસાદની શકયતા રહેશે. અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત માં પણ સારા વરસાદની પુરી શકયતા છે ખાસ કરીને ઉતરપૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.