ગુજરાતમાં સત્તાવાર ચોમાસું અને તેની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે રાજ્યના અનેક તાલુકાઓમાં ગઈકાલથી વાદળછાયું વાતાવરણ અને ક્યાંક વરસાદી ઝાપટાના સમાચાર છે. વડોદરા, પંચમહાલ સહિતનાભાવનગર ના ગારીયાધાર બાજુ થી રાઉન્ડના શ્રી ગણેશ થઈ ગયા છે. અને અત્યારે મધ્ય ગુજરાતમાં કડાકા_ભડકા સાથે વરસાદ વરસ્યો હતો. પાવાગઢમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગોધરામાં અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા જોવા મળી હતી. ચોમાસું ક્યારે આવશે તે આતુરતા વચ્ચે અમદાવાદમાં બે દિવસથી ભેજ સાથે વાતાવરણમાં બફારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ની સવારી આવી શકે છે. સાથેજ ભારતભર માં ચોમાસું આગળ વધી રહ્યું છે તે જોતા લગભગ દક્ષીણ ભારત, અસમ નોર્થ ઇસ્ટ અને હિમાચલ પ્રદેશ, સહિત જમ્મુ કાશ્મીરમાં ચોમાસું દસ્તક આપી રહ્યું છે. આગામી દિવસોમાં આગળ વધીને ગુજરાત ,મધ્યપ્રદેશ, રાજસ્થનના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ અને ચોમાસાનો પ્રારંભ થશે તેવું હવામાનના અધિકારીઓ જણાવી રહ્યા છે.
દક્ષિણગુજરાત માં એકાદ દિવસમાં ભારે_વરસાદ શરૂ થઈ જશે. અન્ય બધા વિસ્તારમાં વરસાદનો વિસ્તાર ક્રમશ વધતો જશે. રાઉન્ડ લાંબો ચાલશે લગભગ આખા ગુજરાત માં આગળ પાછળ બધે સાર્વત્રિક સારો વરસાદ થઈ જશે
ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદનો વિસ્તાર વધતો જશે..હાલ મધ્યગુજરાતમાં ચાલુ છે તેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ આજ ગઈકાલ કરતાં વધારે વિસ્તારમાં વરસાદ ચાલુ થઈ જશે..
આ રાઉન્ડમાં 70-80 ટકા વિસ્તારમાં વરસાદની આશા રાખી શકાય.બીપરજોય વાવાઝોડામાં જે લોકોને વરસાદનો સૌથી ઓછી લાભ મળ્યો હતો તેવા વિસ્તારમાં આ રાઉન્ડમાં સૌથી વધુ લાભ મળશે એટલે કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ.જેવા વિસ્તારમાં સૌથી વધુ અસર રહેશે તથા સૌરાષ્ટ્ર દરિયાકાંઠા ના વિસ્તારમાં પણ સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત માં તો 27-30 માં ભારે થી અતિભારે વરસાદની શકયતા રહેશે. અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત માં પણ સારા વરસાદની પુરી શકયતા છે ખાસ કરીને ઉતરપૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ કચ્છ ના બાકીના બીજા વિસ્તારોમાં છૂટો છવાયો સારો વરસાદ પડશે મુંબઈ માં ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે. દક્ષિણ ગુજરાત માં પણ 26 તારીખે ચોમાસાનું આગમન થઈ જશે તેવું હવામાનના જાણકારો જણાવી રહ્યા છે. અને આ.મહિનાના અંતે સુધી ક્રમશ ગુજરાત ના બાકીના વિસ્તારમાં ચોમાસુ આગળ વધશે. આ રાઉન્ડમાં 27 તારીખ થી બંગાળની ખાડીમાં લો પ્રેશર આધારિત વરસાદ પણ આવશે એટલ એ લો પ્રેશર ના રૂટ આધારિત વરસાદ આગળ વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.