સમ્રાટ ચૌધરીનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

0
174

બિહારમાં અમારી સરકાર બનશે તો મુગલોનો ઈતિહાસ જોવા નહીં મળે : સમ્રાટ 

સીતામઢીમાં માતા સીતાનું ભવ્ય મંદિર બનાવીશું : સમ્રાટ          

વિપક્ષ PM પદના ઉમેદવારની જાહેરાત નહીં કરે : સમ્રાટ

નીતિશ કુમારમાં હિમ્મત હોય તો ફરી ચૂંટણીમાં ઉતરે : સમ્રાટ

બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી એ કહ્યું છે કે, “બિહારમાં જો ભાજપની સરકાર બની તો એક પણ મુગલનો ઈતિહાસ તમને જોવા નહીં મળે. ઉત્તરપ્રદેશમાં બની રહેલા ભગવાન શ્રીરામના મંદિરની જેમ જ સીતામઢીમાં માતા સીતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે.” તેઓએ વિપક્ષી પાર્ટીઓને બેઠકને લઇ કહ્યું છે કે, “આ લોકો વડાપ્રધાન પદના ઉમેદવારના નામનું એલાન નહીં કરશે. 3 મહિના નીતિશ કુમાર, 3 મહિના મમતા દીદી, 6 મહિના કેજરીવાલ અને 6 મહિના રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા માંગે છે. આ તમામ લૂંટેરા છે. જે દેશને વેચવા માંગે છે. જો નીતિશ કુમારમાં હિંમત હોય તો તેઓ વિધાનસભા ભંગ કરીને ચૂંટણી લડી બતાવે. તેમને પાંચ બેઠકો પણ નહીં મળે. નીતિશ કુમાર પલ્ટુ કુમાર બની ગયા છે. તેમની માનસિક સ્થિતિ કથળી ગઈ છે.”

તેઓએ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. આ અંગે તેમણે કહ્યું હતું કે, “લાલુ પ્રસાદે અનામતનો લાભ લીધો છે. પહેલા પત્નીને સીએમ બનાવ્યા. પછી પુત્ર અને પુત્રીને અનામત આપી. જનસંઘના લોકોએ કર્પૂરી ઠાકુરને સીએમ બનાવ્યા. લાલુ પ્રસાદને પણ સીએમ બનાવવામાં આવ્યા હતા. ભાજપે જ નીતિશ કુમારને પાંચ વખત મુખ્યમંત્રી બનાવ્યા હતા.” વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ .