વિપક્ષી દળો જો સફળ થયા તો બીજેપી ઇતિહાસ બની શકે છે ઇતિહાસ !

    0
    177

    બિહાર પટના માં યોજાયેલી વિપક્ષી એકતા માટેની બેઠક હાલ તો સફળ થઇ રહી હોય તેમ દેખાય છે, એક બીજાના કટ્ટર દુશ્મન ગણાતા કોંગ્રેસ અને મમતા બેનર્જી સાથે બેસવા તૈયાર થઇ ગયા છે, જે રીતે બિહાર પટના માં 17 વિપક્ષી દળોના આગેવાનો આ બેઠકમાં દેખાયા અને ભાજપના વિરોધમાં એક સાથે મળીને ચૂટણી લડવા રણનીતિ બનાવાઇ હોવાનો વિપક્ષી દળોનો દાવો કરાયો તેનાથી ભાજપની ચિન્તાઓ વધી ગઇ છે, ત્યારે જોઇએ સ્થાનિક ક્ષત્રપોની કેટલી અસર થઇ શકે છે, .મહત્વની વાત એ છે કે બિહાર પટના બાદ હવે  વિપક્ષી નેતાઓ 12 જુલાઇએ શિમલમાં મળશે,

    વિપક્ષી દળો કેટલી સીટો પર દેખાડી શકે છે દમ,

    જો નીતીશ કુમાર વિપક્ષી પાર્ટીઓ  જે રીતે વાત કરી રહી છે,,તેવું જ થયું તો  લગભગ 450 સીટો પર ભાજપ સામે વન-ટુ-વન લડત આપી શકે છે. વિપક્ષી છાવણીમાં ઊભેલા પ્રાદેશિક પક્ષો પાસે 10 રાજ્યોમાં 269 સંસદીય બેઠકો છે, પરંતુ તેમાંથી કોંગ્રેસ 38 બેઠકો પર ભાજપ સાથે સીધી સ્પર્ધામાં છે. આ રીતે 231 બેઠકો પર પ્રાદેશિક પક્ષો ભાજપની આગેવાની હેઠળના એનડીએ સામે ચુંટણી લડી રહ્યા છે.બીજી તરફ 208 બેઠકો પર કોંગ્રેસનો ભાજપ સાથે સીધો મુકાબલો છે. જો કે, 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે દેશની કુલ 543 સંસદીય બેઠકોમાંથી માત્ર 421 બેઠકો પર ચૂંટણી લડી હતી. કોંગ્રેસ 421 માંથી 52 બેઠકો જીતવામાં સફળ રહી અને લગભગ 200 લોકસભા બેઠકોમાં બીજા સ્થાને રહી હતી.

    પ્રાદેશિક પક્ષોની રાજકીય શક્તિ

    વિપક્ષી એકતામાં જોડાનાર રાજકીય પક્ષોની તાકાત યુપીથી લઈને તમિલનાડુ સુધી લગભગ 10 રાજ્યો સુધીની છે. વિપક્ષી છાવણીમાં ઉભેલી સપા ઉત્તર પદેશમાં મજબુત આધાર ધરાવે છે, જ્યાં લોકસભાની 80 બેઠકનો સમાવેશ થાય છે. NCP, શિવસેના (ઉદ્ધવ જૂથ)નો આધાર મહારાષ્ટ્રમાં છે, જેની પાસે 48 લોકસભા બેઠકો છે. એ જ રીતે, ડીએમકે તમિલનાડુમાં 42 લોકસભા બેઠકો, ટીએમસી પશ્ચિમ બંગાળમાં 42, JMM ઝારખંડમાં 14, આમ આદમી પાર્ટી દિલ્હીમાં 7 અને પંજાબમાં 13 બેઠકો પર પ્રભાવ ધરાવે છે.વિપક્ષી નેતાઓ એક જુટ થાય તો જ તેનો ફાયદો મળી શકે છે,

    આ સિવાય કેરળમાં ડાબેરી પક્ષોના પ્રભાવવાળી 20 સંસદીય બેઠકો છે, જ્યારે બિહારમાં આરજેડી અને જેડીયુના પ્રભાવવાળી 40 લોકસભા બેઠકો છે. નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના પ્રભાવ હેઠળ જમ્મુ-કાશ્મીરમાં 5 બેઠકો છે. આ રીતે લોકસભાની 269 બેઠકો બને છે. જો કે, કેરળમાં કોંગ્રેસની ડાબેરીઓ સાથે સીધી સ્પર્ધા છે, જ્યારે અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો કોંગ્રેસ કરતા વધુ સત્તા ધરાવે છે. આનો અર્થ એવો નથી કે કોંગ્રેસનો કોઈ પ્રભાવ નથી. કેરળને છોડીને બાકીના રાજ્યોમાં કોંગ્રેસ 38 સીટ પર બીજેપી સાથે સીધી લડાઈમાં છે. બિહાર પટનામાં જે રીતે વાતો કરાઇ છે તે યોગ્ય રીતે થઇ શકે તો વિપક્ષી દળોને ફાયદો થઇ શકે

    કોંગ્રેસનો રાજકીય પ્રભાવ વધી શકે છે

    કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર ધરાવતી 200થી વધુ બેઠકો છે. જેમાં ગુજરાતમાં 26, રાજસ્થાનમાં 25, આસામમાં 14, છત્તીસગઢમાં 11, કર્ણાટકમાં 28, મધ્યપ્રદેશમાં 29, આસામમાં 14, હરિયાણામાં 11, ઉત્તરાખંડમાં 5, હિમાચલમાં 4, ગોવામાં 2, મણિપુર, અરુણાચલમાં 2 તેમાં 2 બેઠકો છે. આ સિવાય ચંદીગઢ-લદ્દાખ-લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબારમાં એક-એક સીટ છે. આ બેઠકો  પર કોંગ્રેસ મુખ્ય હરીફાઈમાં છે.

    કોંગ્રેસનો પ્રભાવ એવા રાજ્યોમાં પણ છે, જ્યાં પ્રાદેશિક પક્ષોનો પણ પ્રભાવ હોય. જેમાં મહારાષ્ટ્રમાં 14 બેઠકો છે, પંજાબમાં 13માંથી 6, બિહારમાં 40માંથી 6, તમિલનાડુમાં ચાર, ઉત્તર પ્રદેશમાં સાત, દિલ્હીમાં પાંચ, બંગાળમાં ત્રણ બેઠકો છે. આ સિવાય કોંગ્રેસે તેલંગાણા અને આંધ્રપ્રદેશ, ઓડિશા જેવા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સાથે સ્પર્ધા કરવી પડી હતી. કોગ્રેસે વિપક્ષી દળોને સાથે રાખવા માટે યોગ્ય રણનીતિ બનાવવી પડશે,

    પ્રાદેશિક પક્ષો કેટલો દમ દેખાડી શકો છો,,

    ભાજપને સત્તામાં આવતો રોકવા માટે એક થઇ રહેલ વિપક્ષોની કેટલી તાકાત છે ? 2019ના ચુંટણી પરિણામોની નજરે જોઈએ તો પ્રાદેશિક પક્ષોના હિસ્સામાં 97 બેઠકો આવી હતી. સપા,બસપા,આરએલડી સંયુક્ત મોરચો રચીને ચુંટણી લડી હતી તેમ છતાં પણ 15 બેઠકો જીતી શકી હતી. સપાને પાંચ અને બસપાને દસ બેઠકો મળી હતી, સપાએ તેમાં પણ બે બેઠકો ગુમાવી દીધી છે અને તેની પાસે ફક્ત ત્રણ જ બેઠકો બચી છે. જોકે બસપા વિપક્ષના ગઠબંધનથી દુર રહ્યું છે.

    બીજી તરફ,બિહારમાં જેડીયુ ૧૬ બેઠકો જીતી હતી પરંતુ એનડીએમાં રહેતા મહારાષ્ટ્રમાં પ્રભુત્વ ધરાવતી એનસીપી પાંચ બેઠકો જીતી શકી હતી જ્યારે શિવસેનાને 18 બેઠકો મળી હતી જેમાં સાત સાંસદ વધ્યા છે. ડીએમકે તમિલનાડુમાં 24 બેઠકો મળી હતી જ્યારે લેફ્ટ પાર્ટીઓની વાત કરીએ તો સીપીએમને બે અને સીપીઆઈ ત્રણ બેઠકો જીતવામાં સફળ રહી હતી. જેએમએમ એક અને નેશનલ કોન્ફરન્સ ત્રણ બેઠકો જીતવામાં સફળ રહી હતી. આ રીતે વિપક્ષો પાસે હાલ 86 બેઠકો જ બચી છે.

    કોંગ્રેસનું પણ મપાશે પાણી

    કોંગ્રેસે 2019ની લોકસભા ચૂંટણીમાં 421 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે 2014ની ચૂંટણીમાં તે 464 બેઠકો પર લડી હતી. કોંગ્રેસ છેલ્લી ચૂંટણીમાં 52 બેઠકો જીતવામાં સફળ રહી હતી, જેમાં તેને કેરળમાંથી સૌથી વધુ બેઠકો મળી હતી. આ સિવાય અન્ય રાજ્યોમાં કોંગ્રેસ માત્ર એક કે બે બેઠકો જીતી શકી હતી. જો કે કોંગ્રેસ 200 બેઠકો પર બીજા નંબરે હતી.કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો હતો તે બેઠકોના આંકડા પર નજર કરીએ તો ભાજપ 90% બેઠકો જીતી શકી હતી અને કોંગ્રેસ માત્ર 10% બેઠકો જ જીતી શકી હતી. 2014માં પણ આ જ રીતે ભાજપ જીતવામાં સફળ રહી હતી, જેના કારણે કોંગ્રેસ લોકસભામાં પોતાનો વિરોધ પક્ષનો નેતા પણ બનાવી શકી ન હતી.

    ભાજપ સાથે સીધી ટક્કર થઇ શકે છે

    કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓની રાજકીય તાકાતને જોતા સવાલો ઉઠી રહ્યા છે કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ત્રીજી વખત સત્તામાં આવતાં કેવી રીતે રોકી શકશે. આ માટે વિપક્ષો આ ફોર્મ્યુલા પર આગળ વધી રહ્યા છે કે ભાજપ સામે વન-ટુ-વન લડાઈ થવી જોઈએ, જેના માટે વિપક્ષ સંયુક્ત રીતે 475 બેઠક પર ઉમેદવાર ઉભા રાખવા માંગે છે. જો કે હજુ સુધી કોંગ્રેસ કે પ્રાદેશિક પક્ષો બંને આ માટે તૈયાર નથી.

    કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ હોવાને કારણે ઓછામાં ઓછી 300 બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે પ્રાદેશિક પક્ષો ઈચ્છે છે કે કોંગ્રેસ માત્ર 225 બેઠકો પર ચૂંટણી લડે. તેવી જ રીતે, પ્રાદેશિક પક્ષો પોતપોતાના રાજ્યોમાં કોંગ્રેસને વધુ રાજકીય જગ્યા આપવાના મૂડમાં નથી જ્યારે કોંગ્રેસ ઈચ્છે છે કે વિવિધ રાજ્યોમાં તેને ચૂંટણી માટે બેઠકો આપવામાં આવે. જોકે વિપક્ષી એકતાને લઈને અનેક સમસ્યા છે જેથી સવાલ ઉભો થઇ રહ્યો છે કે રાજકીય પક્ષોની તાકાત શું છે અને તે કઈ રીતે એક થઇ શકશે.