યોગ ભગાવે તમામ રોગ

0
467

21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં આજે લોકોમાં જાગૃત્તિ વધી રહી છે. વધુ જાણીએ એ પહેલા જાણી લઈએ યોગ એટલે શું થાય છે ?

યોગ એટલે શું ?

યોગનો અર્થ થાય છે જોડાણ અને સમાધિ

image 5

યોગના કુલ આઠ પ્રકાર છે :

  • ધ્યાન
  • ધારણા
  • નિયમ
  • પ્રાણાયમ
  • પ્રત્યાહર
  • સમાધિ
  • આસન
  • યમ

યોગના ભલે આઠ પ્રકાર છે પણ ત્રણ પ્રકાર એવા છે જે સૌથી વધુ ચલનમાં છે….

  • આસન
  • પ્રાણાયામ
  • ધ્યાન

યોગનો ઉત્તમ સમય સવારનો કહેવાય છે. જ્યારે આપ સવારે ઉઠો છો એ બાદ આપે પોતાના માટે ઓછમાં ઓછી 10 મિનીટ કાઢવી જોઈએ. જો સવારે તમે યોગા કરશો તમને દિવસ દરમિયાન તાજગીનો અનુભવ થશે.

એક એવું યોગાસન જેમાં તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે.સામાન્ય રીતે કહ્યું તો એ આસન એક ફૂલ કોમ્બો છે. એ આસનનું નામ છે સૂર્યાસન.. ઘણા લોકો તેને સૂર્યનમસ્કાર પણ કહે છે….

image 6

સૂર્યાસનના 12 આસનો જેનો પ્રક્રિયા ક્રમ નીચે મુજબ છે,  

૧. પ્રણામાસન

૨. હસ્ત ઉત્તાનાસન

૩.ઉત્તાનાસન

4. અશ્વ સંચાલનાસન

5. ચતુરંગ દંડાસન

6. અષ્ટાંગ નમસ્કાર

7. ભુંજગાસન

8. અધોમુક્ત શ્વાનાસન

9. અશ્વ સંચાલનાસન

10. ઉત્તાનાસન

11. હસ્ત ઉત્તાનાસન

12. પ્રણામાસન

યોગ કરવાના ફાયદા શું ?

  • શારીરિક થાક દૂર થાય છે.
  • માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.
  • શરીરને આધ્યાત્મિક લાભ મળે છે.
  • યોગાસન દ્વારા પેટની સફાઈ થાય છે.
  • પાચનક્રિયામાં સુધારો આવે છે.
  • રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

યોગ દિવસ નિમિતે અલગ-અલગ સ્થળો પર ઉજવણી કરવામાં અવી હતી. મહાનુભવો દ્વારા આ અંગે લોકોને શુભેચ્છાઓ પણ આપવમાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ ટ્વીટ

મુખ્યમંત્રીએ કરેલ ટ્વીટ
ભુપેન્દ્ર પાટલે પણ કર્યા યોગ

ઉત્તર પ્રદેશમાં પણ યોગની ઉજવણી કરવામાં આવી

યુટ્યુબ પર આપ નિહાળી શકો છો યોગ વિશેષ વીઆર લાઈવનો કાર્યર્કમ