યુદ્ધ ચાલુ હોવા છતાં અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ ખરીદે છે! : રીપોર્ટ
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનને અમેરિકા સહીત યુરોપના અનેક દેશો સતત મદદ પૂરી પાડી રહ્યા છે. તે વચ્ચે હાલમાં એક અહેવાલ સામે આવ્યો છે. જેના કારણે અનેક લોકો ચોંકી ઉઠ્યા છે. આ રીપોર્ટ મુજબ , અમેરિકા રશિયાની પરમાણુ એજન્સી પાસેથી દર વર્ષે આશરે 1 અબજ ડૉલરનું ઈંધણ ખરીદે છે. તેનું કારણ એ છે કે અમેરિકામાં કોઈપણ કંપની યુરેનિયમનું ઉત્પાદન નથી કરતી. એટલા માટે અમેરિકાએ મજબૂરીમાં રશિયા સાથે ડીલ કરવી પડી રહી છે. ખરેખર અમેરિકાએ યુરેનિયમનું સંવર્ધન અને ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી રાખ્યું છે. તેણે ક્યારેય આ તરફ ધ્યાન નહોતું આપ્યું. પણ હવે તેના કારણે તેણે રશિયા સાથે ડીલ કરવી પડી રહી છે.
યુદ્ધ શરુ થયું હતું ત્યારે અમેરિકાએ નિર્ણય કર્યો હતો કે, “ તે રશિયાથી જીવાશ્મ ઈંધણ ખરીદવાનું બંધ કરશે અને તે હજુ આ નિર્ણય પર કાયમ છે. જોકે, યુરેનિયમની અમેરિકાએ રશિયા સાથે ડીલ કરવી પડી છે. કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે, અમેરિકા અને યુરોપને યુરેનિયમ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવામાં એક વર્ષનો સમય લાગી શકે છે. વિશ્વના અનેક દેશો તેમની અડધાથી વધુ ઊર્જા કંપનીઓના સંચાલનમાં યુરેનિયમ માટે રશિયા પર નિર્ભર છે. અમેરિકામાં વપરાતા લગભગ ત્રીજા ભાગનો યુરેનિયમ હવે વિશ્વના સૌથી સસ્તા ઉત્પાદક રશિયા પાસેથી આયાત કરવામાં આવે છે. બાકીનો મોટાભાગનો હિસ્સો યુરોપમાંથી આયાત કરવામાં આવે છે. વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ.