બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે સેન્ડ આર્ટિસ્ટે આપ્યો મેસેજ

0
219

બિપરજોય વાવાઝોડા ના સંકટ વચ્ચે સેન્ડ આર્ટિસ્ટ સુદર્શને સંદેશો આપ્યો છે. બિપોર જોય વાવાઝોડા નો પ્રભાવ જોવા મળી રહ્યો છે ત્યારે ‘ગભરાશો નહીં, સુરક્ષિત રહો’નો સંદેશ આપતું સેન્ડ આર્ટ કર્યું તૈયાર કર્યું છે. ગુજરાતના દરિયા કિનારાઓ પર હાલ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને તંત્ર ખડે પગે સ્થાનિકોને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી કરી રહ્યું છે. જાણીતા સેન્ડ આર્ટીસ્ટ હંમેશા જનજાગૃતિ માટે પોતાની કળા દ્વારા સંદેશો આપતા હોય છે. ત્યારે બિપોરજોય વાવાઝોડા ને લઈને પણ સેન્ડ આર્ટ બનાવ્યું હતું. સુદર્શન પટનાયક એક પ્રખ્યાત ભારતીય સેન્ડ આર્ટિસ્ટ છે. આપણે તેમના અનેક સેન્ટ આર્ટ જગન્નાથપુરીના દરિયા કિનારે વારે તહેવારે અને કોઈ મોટી ઘટનાના સમયે જોતા આવ્યા છે. પરંતુ આ વખતે બિપોરજોય વાવાઝોડાને લઈને ઓરિસાના દરિયા કિનારે તેમને રેત શિલ્પ દ્વારા સંદેશો આપ્યો છે. અને તમામનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે સેન્ડ આર્ટિસ્ટે આપ્યો મેસેજ

અહી ઉલ્લેખનીય છેકે બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ કચ્છના દરિયા કિનારા તરફ આગળ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લાઓમાં તેની અસર વર્તાવવાનું શરુ કરી દીધું છે. જૂનાગઢના માંગરોળના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો, દરિયામાં 20 થી 25 ફૂટના મોજા ઉછળતાં શેરિયાઝ બારા બંદર ખાતે ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. વાવાઝોડાની અસરને પગલે દરિયો ગાંડોતૂર થયો છે. દરિયામાં. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં તંત્ર દ્વારા અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે સેન્ડ આર્ટિસ્ટે આપ્યો મેસેજ

વાવાઝોડુ હાલની સ્થિતિ પ્રમાણે કચ્છથી અંદર આવશે તો કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એક અનુમાન અનુસાર કચ્છ માં રીતસર નું મેઘતાંડવ થઇ શકે છે. અને ક્યાંક ક્યાંક 10 ઇંચ ઉપર વરસાદ વરસી શકે છે. જો બિપોર જોય વાવાઝોડું થોડુ ઉપર સરકી પાકિસ્તાનમાં જાય તો વરસાદની માત્રા આંશિક ઘટશે પણ ભારે થી અતિભારે વરસાદ તો આવશે જ તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બિપોર્જોય વાવાઝોડા અંગે સમીક્ષા બેઠક પણ થઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય ના દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓ ની સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સેકટર 19 ખાતેથી વિડિયો કોન્ફરન્સ કરી હતી