વાવાઝોડું તીવ્ર બન્યું

0
140

અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું તીવ્ર બન્યું

બદરો પર 10 નંબરનુ ભયજનક સિગ્નલ

નવસારીમાં દરિયો બન્યો તોફાની

માંગરોળ બંદર પર ઉછળ્યા મોજા

અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું તીવ્ર બન્યું છે અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ માટે ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.અરબ સાગરમાંથી ઉત્પન્ન થયેલા સાયક્લોન બિપોરજોયે ગુજરાતના વહિવટી તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. ત્યારે બીપરજોયની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. નવસારી જિલ્લામાં દરિયો તોફાની  બન્યો છે. દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વાવાઝોડાની અસરને કારણે પાણીમાં કરંટ વધ્યો  છે. બીજી તરફ જૂનાગઢ ના માળીયા હાટીનાના માંગરોળ બંદર પર જોરદાર પવન સાથે દરિયાની લહેરોમાં જોરદાર કરન્ટ મળ્યો હતો.જ્યારે બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ ને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદ અને ભારે પવનની શરૂઆત થઇ ચુકી છે. જૂનાગઢના માંગરોળ તાલુકા અને માળીયા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાએ પણ ભયનું વાતાવરણ ઉભુ કર્યુ છે ત્યારે ફરીએકવાર દ્વારકાધીશ મંદિરે બે ધજા ચઢાવવામાં આવી છે.. જેથી સંભવિત સંકટ ટળી જાય છે .ત્યારે ભગવાન દ્વારકાધીશજી સૌની રક્ષા કરે એવી પ્રાર્થના કરાઇ છે.વાવાઝોડાને પગલે તમામ બદરો પર 10 નંબરનુ ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

. જૂનાગઢમાં વરસાદ

Junagadh rain

બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે.દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે.જેના પગલે તિથલનો દરિયો તોફાની બન્યો છે. દરિયો તોફાની બનતા દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. પ્રવાસીઓને પણ બીચ પર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.રાજ્ય પર બીપર જોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.જેના પગલે તંત્ર પણ સજ્જ અને એલર્ટ થઈ ગયું છે.લોકોનું સ્થાંળાતર કરવામાં આવી રહ્યો છે.ત્યારે  ગુજજરાત તરફ આગળ વધી રહેલું બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાત પર ત્રાટકવાની શક્યતા છે. સૌથી વધુ અસર દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં થવાની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ ખાલી કરવામાં આવ્યું છે

પોર્ટ પર સિગ્નલ

આગામી 15મી જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરવાની શક્યતા છે.ત્યારેગુજરાતના તમામ દરિયા કાઠાના વહીવટી તંત્રને એલર્ટ અપાયું છે.પોરબંદર ,જામનગર, ઓખા સલાયા મુન્દ્રા, માંડવી અને જખો પોર્ટ ઉપર નવ નંબરનું અતિભય જનક સિગ્નલ લગાવ્યુંકચ્છના દરિયા કિનારા વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે 144 મી કલમ જાહેર કરાઈ છે.ત્યારે નવસારી જિલ્લામાં દરિયો તોફાની  બન્યો છે. દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વાવાઝોડાની અસરને કારણે પાણીમાં કરંટ વધ્યો  છે. સાથે   જલાલપોર તાલુકાના વાસી બોરશી ગામમાં  10થી 15 ફૂટ જેટલા ઉંચા  મોજા ઉછળ્યા હતા.વાવાઝોડાને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

સલાયા બંદર પર સિગ્નલ વાંચો અહીં