સુખોઈ-30MKI લડાકુએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પશ્ચિમી સમુદ્ર તટ પર લાંબા અંતરના હૂમલાનો અભ્યાસ કર્યો છે. સુખોઈ એ અહીં આઠ કલાક પ્રેક્ટિસ કરી છે. અગાઉ રાફેલે પણ અહીં 6 કલાક જેટલી પ્રેક્ટિસ કરી હતી. સુખોઈ-30MKIએ અલગ-અલગ એક્સિસથી તેના લક્ષ્યને નિશાન બનાવ્યું હતું. સુખોઈ ના કેટલાક કાફલાએ ગુજરાતના એરબેઝ પરથી ઉડાન ભરી અને પછી ઓમાન ના અખાત પાસેના લક્ષ્યને સચોટ રીતે નિશાન બનાવ્યું હતું. વાયુસેનાનું આ પ્રશિક્ષણ મિશન ચીન માટે વ્યૂહાત્મક સંકેત છે. ચીન હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઓમાન પાસે સતત પોતાની પહોંચ વધારી રહ્યું છે.
આ ફાઈટરને મિડ એર રિફ્યુઅલિંગ પણ કરવામાં આવ્યું હતું. વાયુસેનાનું આ પ્રશિક્ષણ મિશન ચીન માટે વ્યૂહાત્મક સંકેત છે. ચીન હિંદ મહાસાગર ક્ષેત્રમાં સતત પોતાની પહોંચ વધારી રહ્યું છે. યુદ્ધજહાજ અને સબમરીન સાથે ચીન આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે.
સુખોઈ પશ્ચિમ અને ઉત્તર ફ્રંટ સિવાય પુણે અને તંજાવુરમાં તૈનાત છે. સુખોઈ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલથી સજ્જ છે. તેની સ્પીડ પણ 290 kmphથી વધારીને 450 kmph કરવામાં આવી છે. સુખોઈને સૌપ્રથમ તંજાવુરમાં તૈનાત કરવામાં આવ્યું હતું, જેથી ભારત હિંદ મહાસાગર ક્ષેત્રમાં નજર રાખી શકે.
સુખોઈ-30MKIએ હિંદ મહાસાગરમાં ૮ કલાક જેટલી પ્રેક્ટીસ કરી
સુખોઈ ભારતીય મહાસાગર ક્ષેત્રમાં લાંબા અંતરની ચોકસાઇ-સ્ટ્રાઇક ડ્રિલ કરે છે
IAF એ કહ્યું, “હિંદ મહાસાગર ક્ષેત્રમાં વધુ એક પ્રવાસ! આ વખતે, IAF Su-30s એક અલગ ધરી પર લગભગ આઠ કલાક ઉડાન ભરી રહી છે.” બંને સીબોર્ડ આવરી લેવામાં આવ્યા છે.
ફાઈટરને મિડ એર રિફ્યુઅલિંગ પણ કરવામાં આવ્યું
રાહુલ ગાંધી દાઢીમાં આતંકવાદના ગુરુ લાદેન