RBI પાસે પાંચ વર્ષમાં સોનાનો સ્ટોક ૪૦ ટકા જેટલો વધ્યો

0
179

છેલ્લા પાંચ વર્ષમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે સોનાના સ્ટોકમાં ૪૦ ટકા જેટલો વધારો થયો છે. કારણ કે, રોકાણ અર્થે સૌથી વધુ સલામત સોનું મનાય છે, જેના કારણે તે RBIના સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં સ્થાન મેળવે છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અમેરિકી ડોલરની વધતી જતી કિંમતમાં રૂપિયાના ઘસારા સામે હેજ ફેક્ટર તરીકે સોનાની ખરીદી વધારી રહી છે. ફુગાવા સામે રક્ષણ અને ડોલર પરની નિર્ભરતા ઘટાડવાનો RBIની આ વ્યૂહ રચના છે. RBI પાસે ૭૯૫ ટન સોનું છે, જેમાંથી ૪૩૭.૩૨ ટન વિદેશમાં સેઈફ સ્ટડીમાં રાખવામાં આવ્યું છે.