મણિપુરમાં હિંસાઃતોફાનીઓએ એમ્બ્યુલન્સમાં આગ લગાવી

0
140

મણિપુરમાં દર્દનાક હિંસા

તોફાનીઓએ એમ્બ્યુલન્સમાં આગ લગાવી

બાળક સહિત  ત્રણના મોત

મણિપુરમાં હિંસા દિવસેને દિવસે વધુ ખતરનાક બની રહી છે દિવસેને દિવસે વધુ ખતરનાક બની રહી છે. દરમિયાન મણિપુરમાં હિંસાની ઘટના સામે આવી છે. રાજ્યના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તોફાનીઓએ ત્રણ  લોકોનો ભોગ લીધો છે. આઠ વર્ષના ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ લઈ જતી વખતે ટોળાએ એમ્બ્યુલન્સને આગ ચાંપી દીધી હતી. જેના કારણે બાળક, તેની માતા અને અન્ય એક સંબંધીનું મોત નીપજ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ફાયરિંગ દરમિયાન માસૂમ બાળકને માથામાં ગોળી વાગી હતી. તેની માતા અને અન્ય સંબંધી તેને એમ્બ્યુલન્સમાં ઈમ્ફાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા હતા. ત્યારે ટોળાએ અચાનક સામે આવીને એમ્બ્યુલન્સને રોકીને આગ ચાંપી દીધી હતી. જેના કારણે ત્રણેયના ઘટના સ્થળે જ સળગી જવાથી મોત નિપજ્યા હતા.

મણિપુરમાં હિંસા

Violence continues in Manipur 1

નિર્દોષને ગોળી વાગી હતી

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ફાયરિંગ દરમિયાન માસૂમ બાળકને માથામાં ગોળી વાગી હતી. તેની માતા અને અન્ય સંબંધી તેને એમ્બ્યુલન્સમાં ઈમ્ફાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા હતા. ત્યારે ટોળાએ અચાનક સામે આવીને એમ્બ્યુલન્સને રોકીને આગ ચાંપી દીધી હતી. જેના કારણે ત્રણેયના ઘટના સ્થળે જ સળગી જવાથી મોત નિપજ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ દર્દનાક ઘટના રવિવારે સાંજે ઈસોઈસેમ્બામાં બની હતી.

પોલીસે ઓળખ જાહેર કરી

અધિકારીઓએ જણાવ્યું કે જે લોકોને ટોળાએ સળગાવી દીધા હતા. તેમની ઓળખ 8 વર્ષીય ટોન્સિંગ હેંગિંગ, તેની માતા મીના હેંગિંગ, 45 અને લિડિયા લોરેમ્બામ, 37 તરીકે થઈ છે. આસામ રાઈફલ્સના એક વરિષ્ઠ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી છે. સાથે જ જણાવ્યું કે ઘટનાસ્થળ અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

મણીપુર હિંસાને લગતા વધુ સમાચાર વાંચો અહીં

https://vrlivegujarat.com/wp-admin/post.php?post=237129&action=edit