સુરતમાં જલ્દી જ શરૂ થશે મેટ્રો ટ્રેન

0
173

સુરતમાં જલ્દી જ મેટ્રો પ્રોજેક્ટ શરૂ થશે, જેનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે.સુરતમાં બે મેટ્રો ટ્રેન દોડાવવા માટે કોરિડોર બનાવવામાં આવશે. આપણે જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી પહેલા એક કોરીડોર શરૂ થઈ જશે. ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં એક કોરિડોર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મેટ્રોનું કામ બુલેટ ગતિએ

મેટ્રો રેલે સુરત શહેરને નવો રૂપ આપવા માટે તૈયાર છે.મેટ્રો ટ્રેનનું પહેલું કોરિડોર સરથાણાથી ડ્રીમ સિટી અને બેસનથી સારોલીને જોડતા રૂટ પર બાનાવવામાં આવશે. સરથાણાથી ડ્રીમ સિટી સુધીના રૂટને ડાયમંડ કોરિડોર તરીકે ઓળખવામાં આવશે. જયારે ભેસાણથી સારોલી રૂટને ટેક્સટાઈલ કોરિડોર તરીકે ઓળખવામાં આવશે.

એક ટનલ છે તૈયાર બીજીની કામ ચાલી રહ્યું છે

મેટ્રોના એન્જીનિયર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અંડરગ્રાઉન્ડ રૂટ માતાએ જીએમઆરસી દ્વારા ટનલ બોરિંગની મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે બીજા ટ્રેક માટે ટીબીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવી હર્યો રહ્યો છે. માર્ચ ૨૦૨૫ સુધીના બંને કોરિડોરની શરૂઆત થઇ જશે. ડાયમંડ કોરિડોર ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં શરૂ કરવામાં આવશે.

 મેટ્રો રૂટ ક્યાં ક્યાં હશે ?

સરથાણાથી કાપોદ્રા લામ્બેશ્વ્ર ચોક, લંબે હનુમાન રોડથી સુત રેલ્વે સ્ટેશન થઈને હાઈવે અને ત્યાંથી મજૂરગેટથી અલથાણ ગામ થઈને ડ્રીમ સીટી સુધી મેટ્રો પહોંચશે. તો બીજા તબક્કામાં ભેસાણથી સારોલીને જોડતા રૂટનો વિકાસ કરવામાં આવશે.આ માર્ગ પર ઘણા ટેક્સટાઈલ માર્કેટો આવેલા છે તેથી આ રૂટને ટેક્સટાઈલ કોરિડોર તરીકે ઓળખવામાં આવશે.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો

યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો