BJP નેતા સુવેન્દૂ અધિકારી :ઓડીશા ટ્રેન દુર્ઘટના TMCનું કાવતરું

0
191

ભાજપ ( BJP )ના નેતા સુવેન્દૂ અધિકારીએ ઓડીશા ટ્રેન દુર્ઘટના અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમને કહ્યું કે ઓડીશા ટ્રેન દુર્ઘટના TMCનું કાવતરું હતું અને સીબીઈએ આ મામલે તપાસ કરવી જોઈએ. તેમને કહ્યું કે બે રેલવેના અધિકારીઓ વચ્ચેની વાતચીતની ઓડીઓ ટેપ વાઈરલ થતા આ દાવો BJP નેતા સુવેન્દૂ નેતાએ કર્યો હતો. અને કહ્યું કે પાર્ટીએ આ બંને અધિકારીઓના ફોન ટેપ કાર્ય હતા.

BJP સુવેન્દૂ ઓડીશા ટ્રેન
BJP સુવેન્દૂ

અહી ઉલ્લેખનીય છેકે બંગાળના સામાજિક કાર્યકર્તા કૃણાલ ઘોષે તેમના સો.મીડિયા પર ઓડીઓ ટેપ પોસ્ટ કરી છે. આ પછી પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા સુવેન્દૂ અધિકારીએ કહ્યું કે TMC ના કાર્યકર્તાઓએ પોલીસની મદદથી બે અધિકારીઓના ફોન ટેપ કર્યા હતા. અન્યથા તેમની વચ્ચેની વાતચીત કેવી રીતે ખબર પડી.

વધુમાં અધિકારીકહ્યું કે TMC કેમ CBI તપાસથી ડરે છે. અને TMC નેતાઓ આ આરોપોના જવાબમાં કહી રહ્યા છે કે અમે અધિકારીના આરોપો પર ધ્યાન આપતા નથી અને CBIથી અમે ડરતા નથી. “ઓડીશા ટ્રેન અકસ્માત એ મમતા બેનર્જીનું કાવતરું છે, તે શા માટે ડરે છે.”: BJP સુવેન્દૂ.

અહી ઉલ્લેખનીય છેકે બરાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૮૮ મુસાફરોના મોંત, અને ૯૦૦ જેટલા ઘાયલ હતા તેમણે સારવાર કરવામાં આવી હતી. એક તરફ રેલ્વે મંત્રીનું રાજીનામું વિપક્ષ માંગી રહ્યું છે ત્યારે TMC સામે ભાજપના નેતાએ ચોંકાવનારા આરોપો કર્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

આ શું બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં કોંગ્રેસ અધ્યક્ષનો PM મોદીને પત્ર