ઈસરો પ્રમુખના ‘વેદોમાંથી મેળવેલા વિજ્ઞાન’ના નિવેદનને લઇ નિશાન
ઈસરો ખોટી વાત ફેલાવે છે, બકવાસ વિષય પર ચર્ચા કેમ કરવી? : નસીરુદ્દીન
ઈસરોના પ્રમુખે તાજેતરમાં વૈજ્ઞાનિક શોધોનો શ્રેય વેદો અને પુરાણોને આપ્યો હતો. આ અંગે હવે બોલિવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે ઈસરો પર નિશાન સાધતા કહ્યું છે કે, “વિજ્ઞાનને બદલે આપણે અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યા છીએ. આનાથી કેન્સર મટશે, આનાથી વિમાન ઉડશે. તેઓએ ચાર્લ્સ ડાર્વિનને જીવવિજ્ઞાનના પુસ્તકોમાંથી કાઢી મૂક્યા. પુસ્તકોમાંથી ઉત્ક્રાંતિ સિદ્ધાંત અદૃશ્ય થઈ ગયો. હવે આઈન્સ્ટાઈનનો નંબર હશે. પછી ખબર નહીં એ લોકો આપણને શું ભણાવશે. ઈસરો ખોટી વાતો ફેલાવી રહ્યું છે. ઈસરોના હેડ કહે છે કે, આ બધી વૈજ્ઞાનિક શોધ પુરાણોમાં છે, જેને પશ્ચિમ યુરોપિયન શોધ માનીને શ્રેય લે છે. હવે તમે કેવી રીતે દલીલ કરી શકો છો? તમે આવી વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરશો?”